Political/ માંઝીની જીભ કાપી ઈનામની ઘોષણા કરનાર BJP નેતાને પાર્ટીએ બતાવ્યો બહારનો રસ્તો

બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરનાર બીજેપી નેતાને પાર્ટીએ હાંકી કાઢ્યા છે.

Top Stories India
11 2021 12 22T080156.829 માંઝીની જીભ કાપી ઈનામની ઘોષણા કરનાર BJP નેતાને પાર્ટીએ બતાવ્યો બહારનો રસ્તો

બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરનાર બીજેપી નેતાને પાર્ટીએ હાંકી કાઢ્યા છે. પાર્ટીનું કહેવું છે કે અભદ્ર ભાષા કોઈનાં માટે સહન કરી શકાય નહીં.

આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે

ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ એક વિશેષ જાતિ (બ્રાહ્મણ) પર અભદ્ર ટિપ્પણી માટે ફરીથી માફી માંગી હતી. તેમણે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે જાતિ વિરુદ્ધ બોલવામાં આવેલા મારા શબ્દો સ્લિપ ઓફ ટંગ હોઈ શકે છે, જેના માટે હું માફી માંગુ છું. હું બ્રાહ્મણવાદની વિરુદ્ધ છું. આ સિસ્ટમનો વિરોધ ચાલુ રહેશે. બીજી તરફ માંઝીની જીભ કાપનાર વ્યક્તિને 11 લાખ આપવાની વાત કરનાર ભાજપ નેતા ગજેન્દ્ર ઝાને પાર્ટીએ હાંકી કાઢ્યા છે. આ ઉપરાંત ગજેન્દ્ર ઝા પાસેથી 15 દિવસમાં ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ગજેન્દ્ર ઝાએ માંઝી વિશે કહ્યું હતું કે જે કોઈ જીતન રામ માંઝીની જીભ કાપીને લાવશે, તેને 11 લાખ રૂપિયા આપશે. ભાજપ નેતાનાં આ વિવાદાસ્પદ નિવેદન બાદ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાએ પણ વળતો જવાબ આપ્યો હતો. પાર્ટીનાં પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું કે માંઝી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે. જીભ કાપવાની વાત શું દલિતોનું અપમાન નથી? દાનિશે કહ્યું કે હું બિહાર ભાજપનાં ટોચનાં નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ તેમના લોકોને સમજાવે કે આ બધુ બરાબર નથી.

આ પણ વાંચો – પનામા પેપર્સ કેસમાં / બચ્ચન પરિવારની મુશ્કેલીઓ વધશે! ઐશ્વર્યા બાદ હવે ED અભિષેકની પણ પૂછપરછ કરી શકે છે

નોંધનીય છે કે જીતન રામ માંઝીએ બ્રાહ્મણોને લઈને પોતાના વિવાદિત નિવેદન બદલ માફી માંગી લીધી છે, પરંતુ બ્રાહ્મણ સમાજ તરફથી તેમની સામે ગુસ્સો વધી રહ્યો છે. જીતનરામ માંઝી વિરુદ્ધ બિહારની કોર્ટ અને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમની સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.