Tourism/ કચ્છ પ્રવાસન માટે વડાપ્રધાન સક્રિય, રણ ઉત્સવમાં ઘટી રહેલી સંખ્યા બદલ આ અધિકારીઓને ખખડાવ્યા

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસનને લઈને ખૂબ જ સક્રિય જોવા મળે છે, કચ્છના રણઉત્સવમાં ઘટી રહેલી પ્રવાસીઓની સંખ્યાથી તેઓ નારાજ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે,

Top Stories Gujarat
Untitled 12 કચ્છ પ્રવાસન માટે વડાપ્રધાન સક્રિય, રણ ઉત્સવમાં ઘટી રહેલી સંખ્યા બદલ આ અધિકારીઓને ખખડાવ્યા

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસનને લઈને ખૂબ જ સક્રિય જોવા મળે છે, કચ્છના રણઉત્સવમાં ઘટી રહેલી પ્રવાસીઓની સંખ્યાથી તેઓ નારાજ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, આજે પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. કચ્છના ધોરડોમાં યોજાઈ રહેલા રણઉત્સવમાં ટુરીઝમનો ફ્લો સતત ડાઉન થતો હોવાના કારણે વડાપ્રધાન મોદીએ અધિકારીનો ઝાટકણી કાઢી છે.

અગાઉથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી 14-15 ડિસેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા હતા. પરંતુ હવે તેમણે મુલાકાતને એક દિવસ ટૂંકાવી દીધી છે. અગાઉ તેઓ બે દિવસ કચ્છની મુલાકાતે આવવાના હતા તેના બદલે હવે તેઓ એક જ દિવસ માટે કચ્છની મુલાકાત લેશે. અધિકૃત સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ 15 ડિસેમ્બર કચ્છ પ્રવાસ માટે ફાળવી છે,તેઓ અહીં સ્ટેજ ફંક્શન બાદ ધોરડા ડુંગરની મુલાકાત માટે ફરી વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પહેલેથી મહાનાયક મહાનાયક અમિતાભ બચ્ચનને રાખવામાં આવ્યા છે, ફરી એક વખત તેનું શૂટિંગ થવા જઈ રહ્યું છે અને અમિતાભ બચ્ચન પણ ગુજરાતની મુલાકાત કરવાના આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણેઆ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી હોવાના કારણે પીએમ મોદીએ વન્ય અધિકારીઓનો ઉધડો લીધો છે. જેના કારણે આગામી સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા રણઉત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ઓફર મુકશે અને વિવિધ માધ્યમો દ્વારા તેનો પ્રસાર કરશે. કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટે હવે જાહેરાતોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે અને તેના પાછળ સરકાર મોટું રોકાણ કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…