Not Set/ રોડ અકસ્માતઃ દેશમાં ગુજરાત દશમા ક્રમે, ટ્રક દુર્ઘટનામાં કુલ 1459 લોકોના મોત

ગુજરાત, એકબાજુ ગુજરાત પોલીસ અને સરકારના વિવિધ વિભાગો દ્વારા ગુજરાતમાં વાહન દુર્ઘટનાઓ અટકાવવા માટે વિવિધ કેમ્પેઈનીંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોમાં જાગ્રુતિ કેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ રોડ એક્સીડન્ટ ઈન ઈન્ડીયાના આંકડા મુજબ દેશમાં ટ્રક દુર્ઘટના માં ગુજરાતનો ક્રમ દશ પર છે. ગુજરાતમાં વાહન દુર્ઘટનાઓને કાબુમાં લેવાના કેમ્પેઈનીંગ વચ્ચે ગુજરાતમાં […]

Top Stories Gujarat Videos
IMG 20180528 WA0006 9 રોડ અકસ્માતઃ દેશમાં ગુજરાત દશમા ક્રમે, ટ્રક દુર્ઘટનામાં કુલ 1459 લોકોના મોત

ગુજરાત,

એકબાજુ ગુજરાત પોલીસ અને સરકારના વિવિધ વિભાગો દ્વારા ગુજરાતમાં વાહન દુર્ઘટનાઓ અટકાવવા માટે વિવિધ કેમ્પેઈનીંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોમાં જાગ્રુતિ કેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ રોડ એક્સીડન્ટ ઈન ઈન્ડીયાના આંકડા મુજબ દેશમાં ટ્રક દુર્ઘટના માં ગુજરાતનો ક્રમ દશ પર છે.

ગુજરાતમાં વાહન દુર્ઘટનાઓને કાબુમાં લેવાના કેમ્પેઈનીંગ વચ્ચે ગુજરાતમાં વર્ષ 2016માં 3539 જેટલી ટ્રક દુર્ઘટના નોંધાઈ હતી.જેમાં 1459 લોકોના મોત નીપજ્યા હતા. ગુજરાતમાં દરરોજ ચાર લોકો ટ્રક દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવે છે. પોલીસની સતર્કતા ગ્રુપ સહિતની એનજીઓ દ્વારા વિવિધ કેમ્પેઈનીંગ ચલાવવામાં આવે છે. તેમ છતાં વાહન ચાલકોની બેદરકારીના કારણે વાહન દુર્ઘટનાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.