Not Set/ કોરોના રીસને નિષ્ક્રિય કરતો નવો વાયરસ.. જાણો

કોરોનાનો આ પ્રકાર દક્ષિણ આફ્રિકા સહિત અન્ય ઘણા દેશોમાં જોવા મળ્યો છે

Top Stories
ooo કોરોના રીસને નિષ્ક્રિય કરતો નવો વાયરસ.. જાણો

કોરોનાના સંક્રમણના ડરમાં હજુ પણ લોકો જીવી રહ્યા છે. સરકાર રસીકરણ અભિયાન ચલાવીને કોરોનાને માત આપવાના તમામ પ્રયત્નમાં લાગી છે. એક બાજુ બીજી લહેર મંદ પડી છે અને ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે. ત્યારે કોરોના વાયરસનું એક નવુ જ સ્વરપ સામે આવ્યુ છે. એમ પણ કહેવામાં આવે છે કે આ વાયરસ એટલો તાકાતવર છે કે તે રસીને પણ નિષ્ક્રિય કરી શકે છે. કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપના કહેરથી સમગ્ર વિશ્વ પસાર થયુ છે. અને  હવે એક નવો વાયરસ સામે આવ્યો છે.  એક અભ્યાસ દરમિયાન તે વધુ ચેપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને રસીઓને પણ નિષ્ક્રિય કરવાની પણ ક્ષમતા ધરાવે છે.

કોરોના વાયરસનો બીજો પ્રકાર સામે આવ્યો છે. એક અભ્યાસ મુજબ, C.1.2 તરીકે ઓળખાતો આ વેરિએન્ટ પહેલા કરતાં વધુ ચેપી હોઈ શકે છે . જેની પર વર્તમાન રસીઓની પણ કોઇ અસર થશે નહી. કોરોનાનો આ પ્રકાર દક્ષિણ આફ્રિકા સહિત અન્ય ઘણા દેશોમાં જોવા મળ્યો છે.

દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (એનઆઈસીડી) અને ક્વાઝુલુ-નેટલ રિસર્ચ ઈનોવેશન એન્ડ સિક્વન્સિંગ પ્લેટફોર્મ (સીઆરઆઈએસપી) ના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કોરોના વાયરસનો આ નવો વેરિઅન્ટ આ વર્ષે મે મહિનામાં દેશમાં પ્રથમ વખત દેખાયો હતો.