Not Set/ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓ નીકળ્યા સબરીમાલા મંદિર દર્શન કરવા માટે

કેરળનાં બહુચર્ચિત મંદિર સબરીમાલા મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ નીકળી પડ્યા છે. કારણકે આજે સાંજે મંદિર ખૂલવાનું છે અને લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. લોકોને પ્રાર્થના કરવા માટે આજે સાંજે આ મંદીરમાં જવા મળશે. #Kerala: Devotees begin the trek from Nilakkal base camp to #SabarimalaTemple. The temple will open today evening […]

Top Stories India
BeFunky collage 33 2 ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓ નીકળ્યા સબરીમાલા મંદિર દર્શન કરવા માટે

કેરળનાં બહુચર્ચિત મંદિર સબરીમાલા મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ નીકળી પડ્યા છે. કારણકે આજે સાંજે મંદિર ખૂલવાનું છે અને લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. લોકોને પ્રાર્થના કરવા માટે આજે સાંજે આ મંદીરમાં જવા મળશે.

નીલક્ક્લ બેઝ કેમ્પ પર ભાવકો એકઠા થયા અને ત્યાંથી જ શ્રદ્ધાળુઓએ યાત્રાની શરૂઆત કરી હતી. લોકો સવારથી નીકળી પડ્યા છે સબરીમાલા મંદીરમાં પ્રાર્થના કરવા માટે. વિવાદાસ્પદ મંદિર અને લોકોનાં આક્રોશ અને ભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બેઝ કેમ્પનાં ઇન્ચાર્જ મંજુનાથ છે જેમનું કહેવું છે કે, ‘અમે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.’

2000થી વધુ સુરક્ષાકર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. ભગવાન અયપ્પાનાં મંદિરને આજે ખોલવામાં આવશે. નીલક્કલ કેમ્પથી લઈને મંદિર આધાર શિવિર પાંબા સુધીના તમામ રસ્તાઓ પર બેરકૈડ લગાવી દેવામાં આવ્યા છે.