Not Set/ મણિશંકર અય્યર વિવાદિત નિવેદન(નીચ) સાથે ફરી જનતા સમક્ષ હાજર

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ચુંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને ‘નીચ માણસ’ બતાવનાર કોંગ્રેસી નેતા મણિશંકર અય્યર લોકસભા ચુંટણીનાં છેલ્લા ચરણ પહેલા પોતાના નિવેદનને સાચુ બતાવવા ફરી એકવાર પ્રકાશમાં આવ્યા છે. આ વખતે એક અંગ્રેજી વેબસાઇટ માટે મણિશંકર અય્યરે લખ્યુ કે, મે વર્ષ 2017માં મોદીને જે કહ્યુ હતુ, શું તે સાચી ભવિષ્યવાણી નહોતી? ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી […]

Top Stories India Politics
pjimage 13 મણિશંકર અય્યર વિવાદિત નિવેદન(નીચ) સાથે ફરી જનતા સમક્ષ હાજર

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ચુંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને ‘નીચ માણસ’ બતાવનાર કોંગ્રેસી નેતા મણિશંકર અય્યર લોકસભા ચુંટણીનાં છેલ્લા ચરણ પહેલા પોતાના નિવેદનને સાચુ બતાવવા ફરી એકવાર પ્રકાશમાં આવ્યા છે. આ વખતે એક અંગ્રેજી વેબસાઇટ માટે મણિશંકર અય્યરે લખ્યુ કે, મે વર્ષ 2017માં મોદીને જે કહ્યુ હતુ, શું તે સાચી ભવિષ્યવાણી નહોતી?

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી દરમિયાન મીડિયા સાથે વાર્તાલાભ કરતી વખતે મણીશંકર અય્યરે પીએમ મોદી વિરુદ્ધ એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો. જે પછી તેમની ઘણી આલોચનાઓ થઇ હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની આ ટિપ્પણી પર ઘણા ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ તેમની કોંગ્રેસ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. જો કે થોડો સમય બાદ તેમણે પોતાના નિવેદન પર માંફી માંગી હતી. પરંતુ આજે મણિશંકર અય્યર પોતાના તે નિવેદનને સાચો બતાવી રહ્યા છે. તેમણે સવાલો કરતા કહ્યુ કે, યાદ છે વર્ષ 2017માં મે મોદીને શું કહ્યુ હતુ. શું મે સાચી ભવિષ્યવાણી કરી હતી?

મણિશંકર અય્યરે લેખમાં શું લખ્યુ

પોતાનાં તાજેતરનાં લેખમાં, અય્યરે મોદીની તાજેતરની રેલીઓ અને ઇન્ટરવ્યુમાં નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે, મોદીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિનું વર્ણન કરતે, તેમણે ભગવાન ગણેશની ‘પ્લાસ્ટિક સર્જરી’ અને મોદીનાં શબ્દોને ‘અજ્ઞાનતાથી ભરેલા દાવા’ ગણાવ્યા છે. આ ઉપરાંત, અય્યરે મોદીનાં ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે બાલાકોટ હુમલા દરમિયાન વાદળ હોવા પર એર ફોર્સ એરક્રાફ્ટ રડાર પર ન દેખાવાના ફાયદા લેવાની સલાહ આપી હતી.

અય્યરે આ નિવેદનની પણ ટીકા કરી હતી જેમાં મોદીએ કહ્યું હતું કે ડિસેમ્બર 1987 માં, રાજીવ ગાંધીએ વ્યક્તિગત રીતે આઇએનએસ વિરાટને પર્સનલ ટેક્સી તરીકે લક્ષ્યદ્વિપ લઇ ગયા હતા. આ પછી, અયરે લખ્યું – યાદ રાખો કે મેં 2017 માં મોદી વિશે શું કહ્યું? શું મે યોગ્ય ભવિષ્યવાણી કરી હતી?