ક્રાઈમ/ સુરતમાં વ્યાજખોર પિતા-પુત્રનો આતંક, યુવકને કાર નીચે કચડી કર્યો મારવાનો પ્રયાસ

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી ગંગા જમના સોસાયટીમાં દક્ષેશ સરધારા તેના પરિવારની સાથે રહે છે. દક્ષેશના પિતાએ બાબુ મોરડીયા પાસેથી 3 લાખ રૂપિયા માસિક 3%ના વ્યાજે લીધા હતા.

Top Stories Gujarat Surat
Mantavyanews 4 4 સુરતમાં વ્યાજખોર પિતા-પુત્રનો આતંક, યુવકને કાર નીચે કચડી કર્યો મારવાનો પ્રયાસ

@અમિત રૂપાપરા 

Surat News: સુરત શહેરમાં વ્યાજખોરના આતંકનો કિસ્સો ફરી એક વખતે સામે આવ્યો છે. જેમાં પૈસાની લેતી દેતી બાદ ફરીથી વ્યાજખોર દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી અને અંતે ફરિયાદી અને વ્યાજખોર વચ્ચે પોલીસ સ્ટેશનમાં સમાધાન બાદ વ્યાજખોર દ્વારા ફરિયાદી પર કાર ચડાવી તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ સરથાણા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો છે.

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી ગંગા જમના સોસાયટીમાં દક્ષેશ સરધારા તેના પરિવારની સાથે રહે છે. દક્ષેશના પિતાએ બાબુ મોરડીયા પાસેથી 3 લાખ રૂપિયા માસિક 3%ના વ્યાજે લીધા હતા. જો કે સમયાંતરે આ 3 લાખ રૂપિયા તેમજ વ્યાજની ચુકવણી દક્ષેશ સરધારાએ બાબુ મોરડીયાને કરી દીધી હતી. છતાં પણ ફરીથી પૈસા આપવા પડશે તેવું કહીને બાબુ મોરડીયા તેમજ તેનો પુત્ર જીગ્નેશ મોરડીયા દક્ષેશ સરધારા અને તેના પિતાને અવારનવાર હેરાન કરતો હતો. આ બાબતે સમાજના અગ્રણીઓની હાજરીમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં બાબુ મોરડીયા અને દક્ષેશ મોરડીયા વચ્ચે થયેલી લેતી દેતીને લઈને સમાધાન પણ થયું હતું.

Untitled 4 1 સુરતમાં વ્યાજખોર પિતા-પુત્રનો આતંક, યુવકને કાર નીચે કચડી કર્યો મારવાનો પ્રયાસ

સમાધાન બાદ પોલીસ સ્ટેશનની બહાર નીકળતા જીગ્નેશ મોરડીયા દ્વારા દક્ષેશને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ દક્ષેશ સરધારા પર કાર ચડાવી દીધી હતી અને આ ઘટનામાં દક્ષેશને બંને પગ ખભો તેમજ મોઢાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં દક્ષેશ સરધારા દ્વારા જીગ્નેશ મોરડીયા બાબુ મોરડીયા ભાવેશ તેમજ અજાણ્યા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહત્વની વાત છે કે, આ વ્યાજખોરો દ્વારા અસામાજિક તત્વોને દક્ષેશ સરધારાના ઘરે મોકલવામાં આવતા હતા અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે કે વ્યાજખોરોએ મોકલેલા અસામાજીક તત્વો દ્વારા ધમકાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો પણ દક્ષેશ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે સુરતની સરથાણા પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. તો બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે બીટકોઈન મામલે જીગ્નેશ મોરડીયા સામે પણ ગુનો નોંધાયો છે અને જામીન પર બહાર આવ્યા બાદ ફરી જીગ્નેશ મોરડીયા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 સુરતમાં વ્યાજખોર પિતા-પુત્રનો આતંક, યુવકને કાર નીચે કચડી કર્યો મારવાનો પ્રયાસ


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર