Not Set/ હાઇકોર્ટના નિવૃત્ત જજ પરમવીરના આક્ષેપોની કરશે તપાસ

મહારાષ્ટ્રમાં ગૃહ મંત્રી અનીલ દેશમુખ ઉપર ૧૦૦ કરોડની વસૂલાત માટે ના આરોપ મુકવામાં આવ્યા છે. હવે આ કેસની તાપડ હાઇકોર્ટના નિવૃત જજ કરશે.

Top Stories India
paramvir sinh હાઇકોર્ટના નિવૃત્ત જજ પરમવીરના આક્ષેપોની કરશે તપાસ

મહારાષ્ટ્રમાં ગૃહ મંત્રી અનીલ દેશમુખ ઉપર ૧૦૦ કરોડની વસૂલાત માટે ના આરોપ મુકવામાં આવ્યા છે. હવે આ કેસની તાપડ હાઇકોર્ટના નિવૃત જજ કરશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અનીલ દેશમુખ સામે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો આ મામલાની તપાસ કરશે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંહે ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. પરમવીરસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને અનિલ દેશમુખ ઉપર આ ગંભીર આક્ષેપો કર્યા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો.

મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી છે

થોડા દિવસો પહેલા અનિલ દેશમુખે મુખ્યમંત્રીને તેમના પરના આરોપોની તપાસ માટે પત્ર લખ્યો હતો. અનિલ દેશમુખે 25 માર્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો અને પરમવીરસિહ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરી હતી.

અનિલ દેશમુખે મરાઠી ભાષામાં મુખ્યમંત્રી ઠાકરેને એક પત્ર લખીને માંગ કરી છે કે તેઓ તેમના ઉપર લાગેલા આરોપોની તપાસ કરે જેથી સત્ય બધાની સામે આવે. તેમણે વધુમાં કહ્યું કે, જો મુખ્યમંત્રી આ મામલે તપાસના આદેશ આપે તો હું તેનું સ્વાગત કરીશ. સત્યમેવ જયતે.

શિવસેનાએ દેશમુખ પર ચહેરા પર સવાલો ઉભા કર્યા હતા

આ સિવાય શિવસેનાએ પોતાના મુખ પત્ર સામનામાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સવાલ ઉઠાવ્યો હતો. શિવસેનાએ કહ્યું છે કે સચિન વાજે વસુલાત કરી રહ્યા હતા અને ગૃહ પ્રધાને આ અંગે જાણકારી ના હતી ? વધુમાં સામનામાં લખ્યું છે કે અનીલ દેશમુખને ગૃહમંત્રી પદ આકસ્મિક રીતે મળ્યું છે.

સામનામાં આગળ લખ્યું છે, એપીઆઈ સ્તરના અધિકારી સચિન વાજેને આટલા બધા અધિકાર કોણે આપ્યા? આ તપાસનો વિષય છે. ગૃહ પ્રધાન, પોલીસ કમિશનર, ગૃહ પ્રધાન, કમિશનરના મુખ્ય લોકોના પ્રિય અને વિશ્વાસપાત્ર સચિન વાજે ફક્ત સહાયક પોલીસ નિરીક્ષક હતા, પરંતુ જેમના આદેશ પર તેમને સરકારમાં અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી હતી.