દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વધતા લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. રાજધાનીમાં પ્રદૂષિત હવાને પગલે 2 દિવસ શાળાઓ બંધ રાખવાનો દિલ્હી સરકારે નિર્ણય લીધો. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) આંકમાં બે ગણો વધારો જોવા મળ્યો. શુક્રવારે દિલ્હીમાં AQI 500 આંક વધી જવા સાથે હવાની ગુણવત્તા વધુ ગંભીર બની છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર દિલ્હીમાં આ વર્ષે હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. કેટલાક સ્થાનો પર ભારે ધુમ્મસના કારણે લોકો પોતાની રોજિંદી જરૂરીયાતો પૂર્ણ કરવા પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને પગલે દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે કેટલાક વાહનોની અવર-જવર પ્રતિબંધ મૂક્યો છે.
ભારતીય જનતા પાર્ટીના એક નેતા દ્વારા રાજધાનીની પ્રદૂષિત હવાને લઈને દિલ્હીની આપ સરકારની ટીકા કરી. સાથે તેમણે કહ્યું કે કેજરીવાલની સરકારના કારણે જ દિલ્હી “ગેસ ચેમ્બર”માં ફેરવાઈ ગયું છે. ભાજપ નેતાએ દિલ્હીની પ્રદૂષિત હવાને લઈને દિલ્હીવાસીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
દિલ્હીમાં આ દિવસોમાં હવાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર કરતા તબક્કાવાર પ્રતિભાવ એક્શન પ્લાન (GRAP 3)નો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. આમાં મશીનો દ્વારા રસ્તાઓની સફાઈ, ધૂળને કાબૂમાં રાખવા માટે દરરોજ છંટકાવ, ડિમોલિશન અથવા અન્ય બાંધકામ પર પ્રતિબંધ, વાહનો પર પ્રતિબંધ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે, જમીન ખોદવા અને ભરવા માટેના કામ પર પ્રતિબંધ રહેશે, જેમાં બોરિંગ અને ડ્રિલિંગ વગેરેનો સમાવેશ થાય છે.
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ હવાની ગુણવત્તાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. જેમાં દિલ્હીના એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા ચિંતા વ્યક્ત કરતા દિલ્હી અને ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં BS III પેટ્રોલ અને BS IV ડીઝલ LMVs (ફોર વ્હીલર) ના સંચાલન પર કડક નિયંત્રણો લાદવા અંગે જણાવ્યું.આ સાથે દિલ્હીમાં બિનજરૂરી બાંધકામો અને હળવા કોમર્શિયલ વાહનો અને ડીઝલ ટ્રકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ શાળા 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેતા ઉચ્ચવર્ગના શિક્ષણ માટે શાળાઓને ઓનલાઈન થવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Supreme Court/ ‘અમે નથી ઈચ્છતા કે સુપ્રીમ કોર્ટ ‘તારીખ-પે-તારીખ’ બને: CJI ચંદ્રચુડ
આ પણ વાંચો : Pakistan/ પાકિસ્તાનમાં મોટો બોમ્બ વિસ્ફોટ, ત્રણ પોલીસકર્મીઓના મોત
આ પણ વાંચો : 2023 World Cup/ સૌરવ ગાંગુલી ભાઇના બચાવમાં ઉતર્યો, ‘ટિકિટ વિવાદમાં CAB એસોસિએશનની કોઈ ભૂમિકા નથી’