2023 World Cup/ સૌરવ ગાંગુલી ભાઇના બચાવમાં ઉતર્યો, ‘ટિકિટ વિવાદમાં CAB એસોસિએશનની કોઈ ભૂમિકા નથી’

સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના પ્રમુખ સ્નેહાશિષના બચાવમાં ઉતર્યો. CABના પ્રમુખ સ્નેહાશિષ પર IND-SA મેચની ટિકિટના કાળા બજાર કરવા મામલે પોલીસે સમન્સ પાઠવ્યું. પોતાના ભાઈનો બચાવ કરતા કહ્યું કે ટિકિટ વિવાદમાં રાજ્યના એસોસિએશનની કોઈ ભૂમિકા નથી. કેમકે ઈડન ગાર્ડનની ક્ષમતા 67 હજારની છે, સામે 1 લાખ ટિકિટની માંગ છે

Top Stories India
YouTube Thumbnail 20 સૌરવ ગાંગુલી ભાઇના બચાવમાં ઉતર્યો, 'ટિકિટ વિવાદમાં CAB એસોસિએશનની કોઈ ભૂમિકા નથી'

સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ના પ્રમુખ સ્નેહાશિષના બચાવમાં ઉતર્યો. CABના પ્રમુખ સ્નેહાશિષ પર IND-SA મેચની ટિકિટના કાળા બજાર કરવા મામલે પોલીસે સમન્સ પાઠવ્યું. સૌરવ ગાંગુલીએ પોતાના ભાઈ કે જે CAB પ્રમુખ છે તેનો બચાવ કરતા કહ્યું કે ટિકિટ વિવાદમાં રાજ્યના એસોસિએશનની કોઈ ભૂમિકા નથી. કેમકે ઈડન ગાર્ડનની ક્ષમતા 67 હજારની છે, સામે 1 લાખ ટિકિટની માંગ છે. 5 નવેમ્બર રવિવારના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપ મેચ રમાશે. આ મેચની ટિકિટોના કાળા બજાર કરવા મામલે CABના પ્રમુખ સ્નેહાશિષ પર આરોપ લાગેલો છે.

CABના 11,000 સભ્યો છે જેમાંથી માત્ર 3 હજાર સભ્યોને ટિકિટ આપવામાં આવી છે તેમ બીસીસીઆઈના ભૂતપૂર્વ  ક્રિકેટર સૌરવ ગાંગુલીએ માહિતી આપી. સાથે એમ પણ કહ્યું કે કેટલાક CAB લાઇફ મેમ્બર્સ, જેમને ટિકિટ મળી ન હતી, તેઓ પણ ખુશ ન હતા. આ સાથે ગાંગુલીએ પોતાના મોટાભાઈ સ્નેહાશિષ નિર્દોષ હોવા સાથે ટિકિટના કાળાબજારમાં તેમની કોઈ કથિત ભૂમિકા ના હોવાનું જણાવ્યું. વધુમાં કહ્યુ કે CAB ટિકિટો વેચી શકતું નથી. એકવાર ઈડન ગાર્ડન્સમાંથી ટિકિટ નીકળી જાય પછી કોઈને ખબર નથી કે તે ક્યાં અને કેટલી કિંમતે વેચાય છે. તેમના ભાઈ CAB પ્રમુખ સ્નેહાશિષને આ વિવાદમાં કેમ ખેંચવામાં આવ્યા તે બાબતે હેરાન છે અને આ બનાવને તેઓ દુર્ભાગ્યપૂર્ણ કહી રહ્યા છે.

બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ભારતીય લોકોમાં ક્રિકેટ રમતનો ક્રેઝ વધારે છે. અને તેમાં પણ અત્યારે વર્લ્ડકપ ચાલી રહ્યો છે. એટલે લોકો ટિકિટ લેવા પડાપડી કરતા હોય છે. ટિકિટની માંગ એટલી વધારે હોય છે કે લોકો કોઈપણ કિમંતે તે લેવા તૈયાર થાય છે. જેના કારણે કાળા બજારને પ્રોત્સાહન મળે છે. તેના પર કોઈનું નિયંત્રણ નથી, ફક્ત પોલીસ જ આને રોકી શકે છે,

એક ચાહક તરફથી મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ કોલકાતા પોલીસે કાર્યવાહી કરતા બુધવારે CAB પ્રમુખ સ્નેહાસીશને ટિકિટના કાળા બજાર કરવા મામલે સમન્સ પાઠવ્યો હતો. અને આ આરોપોનું સૌરવ ગાંગુલીએ ખંડન કર્યું હતું. આ મામલે ગાંગુલીએ તેના મોટા ભાઈ સાથે લગભગ બે કલાક સુધી મીટિંગ કરી હતી. ફરિયાદીએ CAB  સહિત ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઓનલાઈન પોર્ટલ BookMyShow પર પણ ટિકિટના વેચાણને લઈને આરોપો લગાવ્યા હતા. ભારત-સાઉથ આફ્રિકાની મેચને લઈને એક નાગરિકે ફરિયાદ કરી હતી કે ” કાળા બજારીઓને લાભ કરાવવા સામાન્ય લોકો માટે હેતુપૂર્વક ટિકિટોનો મોટો હિસ્સો કાઢી નાખવામાં આવ્યો હતો.”  નોંધનીય છે કે ભારત-દક્ષિણ આફ્રિકાની ટિકિટોની સૌથી ઓછી કિંમત ₹900 છે જે બ્લેક માર્કેટમાં લગભગ ₹5000માં વેચાઈ રહી છે. ઈડન ગાર્ડનની બહાર લોકોએ ટિકિટ કૌભાંડ અને બ્લેક માર્કેટિંગનો આરોપ લગાવીને વિરોધ પણ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 સૌરવ ગાંગુલી ભાઇના બચાવમાં ઉતર્યો, 'ટિકિટ વિવાદમાં CAB એસોસિએશનની કોઈ ભૂમિકા નથી'


આ પણ વાંચો : Digital Payment/ ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની વધતી જતી બોલબાલા

આ પણ વાંચો : Noida/ પોલીસના રેવ પાર્ટી પર દરોડા, બિગ-બોસ વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધાઈ

આ પણ વાંચો : Mehasana-Rape/ મહેસાણામાં દુષ્કર્મઃ 16 વર્ષની સગીરા પીંખાઈ