@અમિત રૂપાપરા
Surat News: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેમ જેમ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા મીઠાઈ તેમજ ફરસાણનું વેચાણ કરતા લોકોને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવે છે અને ભેળસેળ યુક્ત મીઠાઈ કે ફરસાણ વેચતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટી-મોટી દુકાનોમાં આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે પરંતુ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર ઉભી રહેતી ખાદ્ય પદાર્થની લારી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલ પાલી ગામમાં ચિકન પકોડાની લારી પરથી ખરીદવામાં આવેલા ચિકન પકોડામાં જીવાત મળી આવવાની ઘટના સામે આવી છે. કલર કામ કરતા બે વ્યક્તિ દ્વારા ચિકન પકોડા ખાધા બાદ તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને ત્યારબાદ તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરતના સચિન વિસ્તારમાં આવેલ પાલી ગામ નજીક કલર કામ કરતાં ત્રણ લોકોએ ભૂખ લાગી હોવાના કારણે ચિકન પકોડા મંગાવ્યા હતા. જો કે નજીકની જે લારી પરથી આ ચિકન પકોડા લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બે મજૂરો દ્વારા આ ચિકન પકોડા ખાવામાં આવ્યા હતા અને ચિકન પકોડા ખાધા બાદ બંને વ્યક્તિઓને ઉલટી શરૂ થઈ ગઈ હતી અને ત્યારબાદ ચિકન પકોડાની તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં સફેદ કલરની ઇયળો હોવાનું સામે આવ્યું હતું.
આ ઇયળવાળા ચિકન પકોડા ખાધા બાદ જે બે લોકોને ઉલટી શરૂ થઈ હતી તેમને સારવાર માટે 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે ચિકન પકોડામાંથી જીવાતો મળી આવતા પાલીિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે, લારીઓ પર જે ફૂડ મળી રહ્યું છે તેમાં લોકોના આરોગ્યને લઈને કોઈ પણ પ્રકારની કાળજી રાખવામાં આવતી ન હતી. આ ઉપરાંત જે ચિકન પકોડા કલર કામ કરતા વ્યક્તિ દ્વારા મંગાવવામાં આવ્યા હતા અને જે લારી પરથી ચિકન પકોડા લાવવામાં આવ્યા હતા તે લારી ચલાવનાર દ્વારા એક બે દિવસ વાસી ચિકન પકોડા વેચવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત
આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ
આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા