Not Set/ ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, થયા હોમ આઇસોલેટ

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. તેમને હળવા લક્ષણ હોવાથી હોમ આઇસોલેટ થયા છે.

Top Stories Gujarat Others
આશિષ ભાટિયા
  • રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત
  • હળવા લક્ષણ હોવાથી હોમ આઇસોલેટ થયા
  • સંપર્કમાં આવનાર અધિકારીઓ કરાવ્યો RTPCR ટેસ્ટ
  • રાજ્યમાં અધિકારીઓમાં વકરી રહ્યું છે કોરોના સંક્રમણ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને એક પછી એક ગુજરાતી કલાકારો અને નેતાઓની સાથે સાથે રાજ્યમાં અધિકારીઓમાં કોરોના સંક્રમણ વકરી રહ્યું છે. કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે આવામાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. તેમને હળવા લક્ષણ હોવાથી હોમ આઇસોલેટ થયા છે.આપને જણાવીએ કે તેમના સંપર્કમાં આવનાર અધિકારીઓ RTPCR ટેસ્ટ કરાવ્યો છે.

આ પણ વાંચો :વડોદરામાં માત્ર 17 વર્ષના વિધાર્થીએ 5માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો શું છે કારણ

આપને જણાવી દઈએ કે આ પહેલા રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટ્વિટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી હતી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુખ્યમંત્રીની રેલી બાદ એક બાદ એક નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.

આ પણ વાંચો :ઉત્તરાયણ પર્વે પોલીસ જાહેરનામાનું ભંગ કર્યું છે તો ખેર નથી, કાયદેસરની કાર્યવાહી,ડ્રોનથી બાજ નજર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3843, સુરત કોર્પોરેશનમાં 2505,  વડોદરા   કોર્પોરેશનમાં 776,  રાજકોટ કોર્પોરેશનમાં 319, સુરત 265, વલસાડમાં 218, ભરૂચમાં 217,  ગાંધીનગર કોર્પોરેશન 150, નવસારીમાં 147, ભાવનગર કોર્પોરેશનમાં 130, કચ્છમાં 105, મોરબીમાં 102, આણંદમાં 98, ગાંધીનગરમાં 94, ખેડામાં 94, વડોદરામાં 86, જામનગર કોર્પોરેશનમાં 77, મહેસાણામાં 63, અમદાવાદમાં 61, દેવભૂમિ દ્વારકામાં 56, રાજકોટમાં 56, બનાસકાંઠામાં 53, પાટણમાં 49, જૂનાગઢ કોર્પોરેશનમાં 39, ગીર સોમનાથમાં 38, સાબરકાંઠામાં 35, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 30, અમરેલીમાં 26, ભાવનગરમાં 26, પંચમહાલમાં 26, જામનગરમાં 24, મહીસાગરમાં 20, નર્મદામાં 20, તાપીમાં 19, પોરબંદરમાં 14, જૂનાગઢમાં 11, અરવલ્લીમાં 7, ડાંગમાં 5, બોટાદમાં 2, છોટા ઉદેપુરમાં એક કોરોનાનો નવો કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો :લોકોની સુવિધા માટે કેબિનેટ બેઠકમાં લેવાયો આ મહત્વનું નિર્ણય, જાણો શું છે…

આ પણ વાંચો :લીંબડીથી સ્વામી વિવેકાનંદને શિકાગો જવાની પ્રેરણા મળી હતી