Not Set/ આપણે ફરિયાદી નહીં પરંતુ વ્યવસ્થાપક બનવાનું છે, CM રૂપાણીએ 162 નગરોના પ્રમુખો-ઉપપ્રમુખો સાથે કર્યો વિડિયો કોન્ફરન્સથી સંવાદ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિન-પ્રતિદિન વકરી રહી છે ત્યારે આ સ્થિતિ પર ગમેતેમ કરી અને નિયંત્રણ મેળવવું જરૂરી છે. કોરોનાની સ્થિતિને થાળે પાડવા માટે મુખ્યમંત્રી રૂપાણી ચિંતિત છે. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ

Top Stories Gujarat
cm meeting આપણે ફરિયાદી નહીં પરંતુ વ્યવસ્થાપક બનવાનું છે, CM રૂપાણીએ 162 નગરોના પ્રમુખો-ઉપપ્રમુખો સાથે કર્યો વિડિયો કોન્ફરન્સથી સંવાદ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિન-પ્રતિદિન વકરી રહી છે ત્યારે આ સ્થિતિ પર ગમેતેમ કરી અને નિયંત્રણ મેળવવું જરૂરી છે. કોરોનાની સ્થિતિને થાળે પાડવા માટે મુખ્યમંત્રી રૂપાણી ચિંતિત છે. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક પ્રમાણમાં સંક્રમણ ફેલાયું છે. જેની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 162 નગરોના પ્રમુખ – ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો અને જરૂરી સૂચનો આપ્યા હતા.મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે, ‘જાન ભી જહાન ભી’ના મંત્ર સાથે જનજીવન ચાલતું રહે અને પ્રજા ભયમુક્ત બને તે આપણી સૌની સામૂહિક જવાબદારી છે. આપણે ફરિયાદી નહીં પરંતુ વ્યવસ્થાપક બનવાનું છે. સામાજિક સંસ્થાઓના સહયોગથી કોરોના રાક્ષસ સામે સેવાનું શસ્ત્ર ઉગામીશુ તો જરૂરથી જીત મળશે લોકોને આપણે વધું જાગૃત કરવા પડશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

કોરોના સમીક્ષા : ૧૬૨ નગરોના પ્રમુખ - ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કરતા મુખ્યમંત્રી, જરૂરી સૂચનો કર્યા

 

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં કોરોના સંક્રમણના નિયંત્રણ હેતુ પોતાના નગરને કોરોના મુક્ત કરવાનો સંકલ્પ લઇ મહામારી સામેની લડતનું નેતૃત્વ કરવા નગરપાલિકા પ્રમુખોને સૂચન કર્યું હતું. રાજ્યની 162 નગરપાલિકાના રિજીયનલ કમિશનરઓ, પ્રમુખો – ઉપપ્રમુખો અને ચીફ ઓફિસરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી સંવાદ કર્યો હતો.વિજયભાઈએ જણાવ્યું કે, રાજ્યના વિવિધ નગરોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનસેવાની તક મળી છે ત્યારે પોતાને ભાગ્યશાળી સમજી કોરોના સામેની લડતમાં આગેવાની લેશે તો કોરોનાને હરાવીને આપણે ઇતિહાસ બનાવીશું. સંસાધનોની મર્યાદા વચ્ચે ‘વ્યથા નહીં વ્યવસ્થા’ના અભિગમથી નગરપતિઓ સેવાકાર્યની પ્રાથમિકતાઓ નક્કી કરે તે જરૂરી છે. આવડી મોટી મહામારી સામે લડત જનભાગીદારીથી જ જીતી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કોરોના સમીક્ષા : ૧૬૨ નગરોના પ્રમુખ - ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કરતા મુખ્યમંત્રી, જરૂરી સૂચનો કર્યા

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલ કોરોનાની વધુ વ્યાપક અને તીવ્ર એવી બીજી લહેરનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે આવશ્યક તમામ તકેદારી અને નિયમોના પાલનથી જ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને નિયંત્રિત કરી શકીશું. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, હાઉસિંગ વિભાગના સચિવ લોચન શહેરા, જીયુડીએમના એમડી રાજકુમાર બેનિવાલ અને મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. કમલ શાહ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાઇને જરૂરી સૂચનો કર્યા હતા.મુખ્યમંત્રીને વર્તમાન સ્થિતિથી નગરપતિઓએ માહિતગાર કર્યા હતા

સુરેન્દ્રનગર :

કોવિડના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે સુરેન્દ્રનગર શહેરમાં 200 બેડની નવી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદર :

પોરબંદરમાં કોરોનાના દર્દી માટે હાલમાં 180 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે જ્યારે આગામી સમયમાં વધુ ૭૦ બેડની નવી હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવનાર છે.

આણંદ :

કોરોના નિયંત્રણ માટે આણંદ શહેરમાં લોકોના સહયોગથી સ્વયંભૂ સાંજે 4 થી 6 લોકડાઉનનો નિર્ણય કરાયો છે. હાલમાં કુલ-600 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

વલસાડ :

વલસાડ નગરપાલિકાની હોસ્પિટલમાં 60 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આગામી સમયમાં ઓક્સિજનની વ્યવસ્થા, ICU બેડ પણ વધારવામાં આવશે. લોકોના સહયોગથી વલસાડ શહેરમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.

મહેસાણા :

મહેસાણા શહેરમાં અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ નાગરિકોનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. દૈનિક ૫૦૦થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી ૩૦ એપ્રિલ સુધી સાંજે 6.00 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે પણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

વેરાવળ :

વેરાવળમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગનું કાર્ય સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે. લોકોને કોરોનાની પુરતી સારવાર ઉપલબ્ધ થાય તે માટે વધુ 100 બેડની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવનાર છે.

પાલનપુર :

લોકોને કોરોનાની ઝડપી સારવાર મળી રહે તે માટે સિવિલમાં 102 બેડ તેમજ ખાનગીમાં ૭૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત લાયન્સ અને મુસ્લિમ સમાજની સંસ્થાઓ દ્વારા વધુ કોવિડ બેડની વ્યવસ્થા ઉભી કરવા તૈયારી દર્શાવી છે.

દાહોદ :

દાહોદ શહેરમાં કોરોના નિયંત્રણ માટે વોર્ડ મુજબ વેક્સિનેશન, આયુર્વેદ, ઉકાળા વિતરણ તેમજ કોવિડના દર્દીઓ માટે હેલ્પલાઇન નંબર સાથે સહાયતા કેન્દ્ર શરૂ કરાયું છે.

બોટાદ :

બોટાદ શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. શનિવાર અને રવિવાર સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. શહેરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું છે.

ભૂજ :

ભૂજ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે બેડ સહિત જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ છે. આગામી સમયમાં ટેસ્ટિંગની માત્રામાં પણ વધારો કરવામાં આવશે.

હિંમતનગર :

કોરોના નિયંત્રણ માટે શહેરમાં તા. 15 થી 30 એપ્રિલ સુધી તમામ શનિવાર અને રવિવાર સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. વેક્સિનેશનના ૬ કેન્દ્રો શરૂ કરાયા છે. સિવિલમાં ૩૭૭ જેટલા કોરોના બેડની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.

નડિયાદ :

નડિયાદ શહેરમાં લોકો- વેપારીઓના સહયોગથી સાંજે  4 થી 6 દરમિયાન લોકડાઉન જાહેર કરાયું છે. મહત્તમ વેક્સિનેશન થાય તેનું અભિયાન પણ ચાલી રહ્યું છે.

નવસારી :

સિવિલ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં વેક્સિનેશન કેન્દ્રો શરૂ કરાયા છે તેમજ શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરાયું છે.

અમરેલી :

અમરેલી શહેર એકંદરે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. મેડિકલ સ્ટાફ સહિત તમામ લોકો કોરોના હરાવવા પૂરતો સહકાર આપી રહ્યા છે.

મોરબી :

મોરબીમાં કોરોનાની 100 બેડની હોસ્પિટલ કાર્યરત છે. માત્ર 48 કલાકમાં જ મોરબી માટે કોરોના ટેસ્ટિંગની લેબ ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રીનો નગરપતિએ આ પ્રસંગે આભાર માન્યો હતો.

ભરૂચ :

ભરૂચ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે પુરતા પ્રમાણમાં કોવિડના બેડ ઉપલબ્ધ છે. શહેરમાં બે ટેસ્ટિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. લોકોની સેવા માટે ૬ ધન્વંતરી રથ સેવારત છે.

ડભોઇ :

ડભોઇ શહેરમાં કોવિડના ત્રણ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં સ્વચ્છતા- સેનિટાઇઝેશનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ધોરાજી :

હાલમાં કુલ 113 બેડની સુવિધા કોરોનાના દર્દી માટે ઉપલબ્ધ છે. શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

માણાવદર :

માણાવદરમાં 60 બેડની તેમજ તાલુકા પંચાયતની હોસ્પિટલમાં વધુ ૧૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે.

પાટણ :

પાટણ શહેરમાં હાલમાં કોરોના માટે 250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા શાકભાજી વેચનારા, ફેરિયાઓનું ખાસ વેક્સિનેશન કરાયું છે. રોજના 2500 જેટલા કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવે છે.

હાલોલ :

હાલોલમાં જરૂરિયાત મુજબ કોવિડ સેન્ટર ઉપલબ્ધ છે જરૂર પડે તો વધારવારમાં પણ આવશે. શહેરને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહ્યા છે.

વ્યારા :

વ્યારા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તા. 15 થી 21 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જરૂર જણાશે તો કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા વધારવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…