Diwali gift/ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે, લેવાયો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધરી હોવાનું જણાય છે. દિવાળી પહેલા કર્મચારીઓના…

Top Stories Gujarat
Government Employees

Government Employees: રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી નિમિતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્ધારા કરવામાં આવેલા નિર્ણય મુજબ ઓક્ટોબરનો પગાર દિવાળી પહેલા થશે. દર મહિનાની પહેલી, બીજી તારીખનો પગાર આ વખતે કર્મચારીના ખાતામાં 17, 18 અને 19 તારીખે આવશે. છ લાખ કર્મચારીઓની સાથે છ લાખ પેન્શનધારકોને પણ તેનો લાભ મળશે. પગાર ઉપરાંત અન્ય ભથ્થા પણ એડવાન્સમાં મળશે.

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરશે

રાજ્ય સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધરી હોવાનું જણાય છે. દિવાળી પહેલા કર્મચારીઓના પગાર ચૂકવવાના નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: joe-bidens / રશિયાને સમર્થનથી બાઇડેન સાઉદી અરેબિયા સામે થયા લાલઘૂમ

આ પણ વાંચો: NEPAL / નેપાળમાં વરસાદ બન્યો મુસીબતોનો વરસાદઃ 33ના મોત અને હજારો વિસ્થાપિત

આ પણ વાંચો: MiG 29K Crashed / મિગ-29K ફાઈટર પ્લેન ક્રેશ, ટેક્નિકલ ખામીના કારણે ગોવા કિનારે સર્જાયો અકસ્માત, જાણો કેવી છે પાયલોટની હાલત