allegations/ પત્ની રેશ્માએ ભરતસિંહ સોલંકી પર લગાવ્યા ગંભીર આરોપ,વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી,જુઓ વીડિયો

ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકીએ ફરી એકવાર ભરતસિંહ સોલંકી પર આરોપ લગાવ્યો છે. તેમણે વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે.

Top Stories
1 29 પત્ની રેશ્માએ ભરતસિંહ સોલંકી પર લગાવ્યા ગંભીર આરોપ,વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી,જુઓ વીડિયો

ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકીએ ફરી એકવાર ભરતસિંહ સોલંકી પર આરોપ લગાવ્યો છે. તેમણે વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, જે પરિવાર ન સંભાળી શક્યા તે કોંગ્રેસ શુ સંભાળશે. માધવસિંહના અવસાન બાદ બેલગામ થઈ ગયા છે. મારી સાથે ખરાબ વર્તન કર્યું. બે પાટીદાર યુવતીઓ સાથે લગ્ન કર્યા પછી બંન્નેને ડિવોર્સ આપી દીધા હતા. 24 વર્ષની યુવતી સાથે ઘરમાં હાફ પેન્ટ પહેરેલા અને રંગરેલીયા કરતાં પકડાયા હતા.

ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકીએ વીડિયોમાં કહ્યું કે, આ વીડિયોના માધ્યમથી હું ગુજરાત કોંગ્રેસના હિતમાં, તમારે મારા પતિ ભરત સોલંકી, જે ગુજરાત કોંગ્રેસના સર્વ સત્તાધીશ નેતા છે, તેમના વિશે સત્ય કહેવા માંગું છું. ગુજરાતની જનતા એક અવાજમા બોલી રહી છે કે, જે ખુદનો પરિવાર સંભાળી ન શક્યા, તે કોંગ્રેસનો પરિવાર શું સંભાળશે. ભરતસિંહ સોલંકી તેમના પિતા માધવસિંહ સોલંકીના અવસાન બાદ બેલગામ થઈ ગયા છે. તેમને મારી સાથે તો ખરાબ વ્યવહાર કર્યો, પરંતું પોતાની સગી બહેનો અને ભાઈઓ સાથે પણ તેમનો અણબનાવ છે. ગુજરાત મહિલા કોંગ્રેસની અનેક મહિલાઓ ભરત સોલંકીથી પીડિત છે.

રેશમા સોલંકીએ કહ્યું કે, મારી સાથે પરિણીત હોવા છતાં 69 વર્ષની ઉંમરના ભરત સોલંકી પોતાનાથી 47 વર્ષ નાની ઉંમરની એક દીકરીના ઘરમાં હાફ પેન્ટ પહેરીને રાતે રંગરેલિયા મનાવતા પકડાયા. જેનો લાઈવ વીડિયો સમાચારોમાં વ્યાપક રીતે ફેલાયો. શરમથી પાણી થયેલા ભરત સોલંકીએ આખરે જાહેર કર્યું કે, થોડા મહિના કોંગ્રેસથી દૂર રહેશે, છતાં હાઈ કમાન્ડે કોઈ એક્શન ન લીધા. જ્યારે કે કોંગ્રેસથી દૂર રહેવાનો નિર્ણય ખુદ એમનો હતો, તેમનુ કન્ફેશન હતું.