Jaipur Mahakhe/ પીએમ મોદી આજે ‘જયપુર મહાખેલ’ના સહભાગીઓને કરશે સંબોધિત

વડાપ્રધાન કાર્યાલય (PMO) એ કહ્યું કે જયપુર ગ્રામીણના લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ (Rajyavardhan Singh Rathore)રાજસ્થાનની રાજધાનીમાં 2017 થી સતત આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.

Top Stories India
જયપુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘જયપુર મહાખેલ’ (Jaipur Mahakhel) ના સહભાગીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ કહ્યું કે જયપુર ગ્રામીણના લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ (Rajyavardhan Singh Rathore)રાજસ્થાનની રાજધાનીમાં 2017 થી સતત આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.

‘જયપુર મહાખેલ’, જે આ વર્ષે કબડ્ડી સ્પર્ધા પર કેન્દ્રિત છે, તે 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ પર શરૂ થઈ હતી. તેમાં જયપુર ગ્રામીણ હેઠળની તમામ આઠ વિધાનસભા મતવિસ્તારોની 450 થી વધુ ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને વોર્ડમાંથી 6,400 થી વધુ યુવાનો અને રમતવીરોની ભાગીદારી જોવા મળી છે.

પીએમઓએ કહ્યું, “મહાખેલ જયપુરના યુવાનોને તેમની રમતની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. તે તેમને કારકિર્દીના વિકલ્પ તરીકે રમતગમતને અપનાવવા માટે પણ પ્રેરિત કરે છે. આપને જણાવી દઈએ કે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકારની ઘણી યોજનાઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી, કબડ્ડીની રમતને લઈને ઘણી લોકપ્રિયતા જોવા મળી રહી છે. ક્રિકેટની જેમ કબડ્ડીને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી વિરુદ્ધ નોંધાઈ FIR, પત્નીએ કરી ફરિયાદ, કહ્યું- દારૂ પીધો, દુર્વ્યવહાર કર્યો, માથું તોડ્યું

આ પણ વાંચો:અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું ‘જાસૂસી’ બલૂન, 3 એરપોર્ટ રાખ્યા હતા બંધ, ચીને કર્યો જોરદાર વિરોધ

આ પણ વાંચો:અમૂલ બાદ હવે પરાગે પણ વધાર્યા ભાવ, જાણો હવે કેટલામાં મળશે 1 લીટર દૂધ

આ પણ વાંચો:05 ફેબ્રુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:અયોધ્યામાં રામ મંદિરમાં જવા માટે ત્રણ ભવ્ય પથ બનાવવામાં આવશે, 300 કરોડ ખર્ચ થશે