Not Set/ મુંબઈ: ONGCના કર્મચારીઓને લઈને જઈ રહેલું પવનહંસ હેલિકોપ્ટર દરિયામાં થયું ક્રેશ, ૪ના મોત

મુંબઈ. મહારાષ્ટ્રમાં મુંબઈના જૂહુ એરપોર્ટથી ONGCના કર્મચારીઓને લઇ જઈ રહેલું પવનહંસ હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં ઓએનજીસીના પાંચ કર્મચારી અને બે પાઈલોટ સવાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હેલિકોપ્ટરની ઉડાણ ભર્યા બાદ માત્ર ૧૦ મિનિટમાં જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી ગયો હતો. અને ત્યારબાદ હેલિકોપ્ટરને શોધવા […]

Top Stories
Pawan Hans Dauphin N3 0 1 મુંબઈ: ONGCના કર્મચારીઓને લઈને જઈ રહેલું પવનહંસ હેલિકોપ્ટર દરિયામાં થયું ક્રેશ, ૪ના મોત

મુંબઈ.

મહારાષ્ટ્રમાં મુંબઈના જૂહુ એરપોર્ટથી ONGCના કર્મચારીઓને લઇ જઈ રહેલું પવનહંસ હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં ઓએનજીસીના પાંચ કર્મચારી અને બે પાઈલોટ સવાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હેલિકોપ્ટરની ઉડાણ ભર્યા બાદ માત્ર ૧૦ મિનિટમાં જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી ગયો હતો. અને ત્યારબાદ હેલિકોપ્ટરને શોધવા માટે નેવી અને કોસ્ટગાર્ડની ટીમે કવાયત હાથ ધરી હતી. આ ઘટના અંગેની તપાસમાં કોસ્ટગાર્ડને હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો તેમજ ૪ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પવનહંસનું VT PWA હેલિકોપ્ટરે શનિવાર સવારે ૧૦:૨૦ વાગ્યે જૂહુ એરપોર્ટથી ઉડાણ ભરી હતી. આ હેલિકોપ્ટરમાં ૨ પાયલટ અને ૫ ઓએનજીસીના કર્મચારીઓ સવાર હતા. હેલિકોપ્ટર સવારે ૧૦:૫૮ વાગ્યે ઓએનજીસીના નોર્થ ફિલ્ડ પર ઉતરવાનું હતું પરંતુ ૧૦:૩૦ હેલિકોપ્ટર સાથે ઓયલ રિગ એર ટ્રેફિક કંટ્રોલનો છેલ્લે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે હેલિકોપ્ટર મુંબઈ કોસ્ટથી 30 નોટિકલ માઇલ દૂર હતું.

આ પહેલા સવારે ૧૦:૨૫ વાગ્યે નિયમ અનુસાર પાયલલોટે પોતાનો રેડિયો સંપર્ક જુહૂ એર ટ્રાફિક કંટ્રોલથી ઓયલ રિગ સાથે જોડ્યો હતો. જે બાદ બંને પાયલટ ૨ મિનિટ સુધી લગભગ ૯ કિલોમીટરના અંતરે ઓયલ રિગ એર ટ્રેફિક કંટ્રોલના
સંપર્કમાં રહ્યા. જોકે ત્યારબાદ હેલિકોપ્ટરથી ઓયલ રિગનો સંપર્ક તૂટી ગયો હતો. હેલિકોપ્ટરની શોધખોળમાં લાગેલી ટીમે, આ ઘટનાને લઇ ઓએનજીસીએ ભારતીય તટ રક્ષકને એલર્ટ કરી દીધા હતા.

હેલિકોપ્ટરની શોધખોળમાં 2 આઈએસવી અને તટ રક્ષક દળના 3 યુનિટ લગાવ્યા છે. આ ઘટનાને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રક્ષામંત્રી સીતારમણ પાસે તટ રક્ષકો અને અન્ય એજન્સીઓ દ્વારા હેલિકોપ્ટરની શોધખોળ માટે મદદ માંગી હતી.