Not Set/ UAEના રાજદૂતે કર્યો ચોકાવનારો ખુલાસો, કહ્યું, કેરળમાં આવેલા પુર માટે ૭૦૦ કરોડ રૂ. મદદ કરાઈ નથી

નવી દિલ્હી, છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૩૬૦થી લોકોના મોત નીપજી ચુક્યા છે તેમજ અત્યારસુધીમાં ૨૦૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું આંકલન કરાયું છે. આ ભયાનક હોનારત માટે UAE સરકાર દ્વારા ૭૦૦ કરોડ રૂપિયાની મદદ કર્યા બાદ તેનો સ્વીકાર કરવા અંગે કેન્દ્ર અને કેરળ સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, આ વચ્ચે […]

Top Stories World Trending
87ef5f0d198ea0410fa027051765597e UAEના રાજદૂતે કર્યો ચોકાવનારો ખુલાસો, કહ્યું, કેરળમાં આવેલા પુર માટે ૭૦૦ કરોડ રૂ. મદદ કરાઈ નથી

નવી દિલ્હી,

છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૩૬૦થી લોકોના મોત નીપજી ચુક્યા છે તેમજ અત્યારસુધીમાં ૨૦૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું આંકલન કરાયું છે. આ ભયાનક હોનારત માટે UAE સરકાર દ્વારા ૭૦૦ કરોડ રૂપિયાની મદદ કર્યા બાદ તેનો સ્વીકાર કરવા અંગે કેન્દ્ર અને કેરળ સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, આ વચ્ચે સંયુક્ત અરબ અમિરાતના રાજદૂતે એક ચોકાવનારો ખુલાસો કર્યો છે.

UAEના રાજદૂતે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું, “સંયુક્ત અરબ અમિરાત દ્વારા અત્યારસુધીમાં ઔપચારિક રીતે એવું કોઈ એલાન કરવામાં આવ્યું નથી, જેમાં કેરળમાં આવેલા પુર માટે મદદ માટે કોઈ રકમ હોય”.

રાજદૂત અહેમદ અલબન્નાએ કહ્યું, “કેરળમાં આવેલા પુર માટે ચાલી રહેલા રાહત બચાવના ઓપરેશનનું આંકલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બતાવવામાં આવી રહેલી રાશિને ફાઈનલ કહી શકાતી નથી”.

જયારે તેઓએ પુછવામાં આવ્યું કે, શું એવું કહી શકાય કે UAE દ્વારા ૭૦૦ કરોડ રૂપિયાની મદદનું એલાન કરવામાં આવ્યું નથી ? ત્યારે રાજદૂતે જણાવ્યું, “હા, આ વાત સત્ય છે”. આ હજી સુધી ફાઈનલ થયું નથી કે અત્યારસુધીમાં કોઈ ઔપચારિક એલાન પણ કરવામાં આવ્યું નથી”.

આ પહેલા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને માહિતી આપી હતી કે, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયનને પીએમ મોદી સાથે વાતચીતમાં કેરળ માટે ૭૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ માટે કહ્યું હતું.

જો કે UAEના રાજદૂતે કહ્યું, “કેરળમાં રાહત અને બચાવ કાર્યના ફંડ માટેનું એલોટમેન્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યું છે. કેરળની સ્થિતિનું આંકલન કરવા માટે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે હાલમાં પોતાનું કામ કરી રહી છે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “અમે ભારતમાં આર્થિક મદદના નિયમોને જાણીએ છીએ, જેથી સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી ભારત સરકારના અધિકારીઓ સાથે આ મામલે વાતચીત કરશે”.

મહત્વનું છે કે, કેટલાક દિવસો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, “કેરળ માટે માટે કરવામાં આવેલી વિદેશી મદદ માટે આવકારે છે, પણ વર્તમાન નીતિઓ સાથે ચાલતા તેઓ સ્વીકાર કરી શકતા નથી. ત્યારબાદ આ મામલે કેન્દ્ર અને કેરળ સરકાર વચ્ચે ઘણી નિવેદનબાજી પણ થઇ છે.

બીજી બાજુ CPM કેરળના અધ્યક્ષ કોડિયેરી બાલકૃષ્ણને કહ્યું હતું કે, “કેન્દ્રની આલોચના કરતા મદદ દુર કરવાને બદલાની ભાવના કહી હતી”.