Not Set/ ભાજપ નેતાનાં વિવાદિત બોલ, સાર્વજનિક સંપત્તિ તોડનારને અમે કૂતરાની જેમ માર્યા

નાગરિકતા સુધારણા બિલ અને એનઆરસી અંગે દેશમાં સતત વિરોધ થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે અનેક જગ્યાએ સખત કાર્યવાહી પણ કરવામાં આવી છે. ઘણા રાજ્યોની સરકારોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી, પરંતુ ભાજપનાં નેતા અને પશ્ચિમ બંગાળનાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે આ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું હતુ. […]

Top Stories India
Dilip Ghos ભાજપ નેતાનાં વિવાદિત બોલ, સાર્વજનિક સંપત્તિ તોડનારને અમે કૂતરાની જેમ માર્યા

નાગરિકતા સુધારણા બિલ અને એનઆરસી અંગે દેશમાં સતત વિરોધ થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે અનેક જગ્યાએ સખત કાર્યવાહી પણ કરવામાં આવી છે. ઘણા રાજ્યોની સરકારોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી, પરંતુ ભાજપનાં નેતા અને પશ્ચિમ બંગાળનાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે આ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું હતુ.

ભાજપ નેતાએ કહ્યું કે, જેમણે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પોલીસે તેમની વિરુદ્ધ કંઇ કર્યું નથી, કારણ કે તેઓ દીદીનાં મતદાતાઓ છે, જ્યારે આસામ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં અમે તેમને કૂતરાઓની જેમ માર્યા હતા.

તેમણે કહ્યું કે તમે અહીં આવશો, અમારું જ ભોજન લેશો, અહીં રહેશો અને અહીં રહીને અમારી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડશો. શું આ તેમની જવાબદારી છે? તેમણે કહ્યું કે અમે આવા પ્રદર્શનકારીઓને લાકડીઓ વડે મારીશું, તેમને ગોળી મારીશું અને તેમને જેલમાં બંધ કરીશું. ભાજપ નેતાનાં નિવેદન બાદ વિરોધ શરૂ થઇ ગયો છે. તેમના વાંધાજનક નિવેદન અંગે વળતા હુમલાની શરૂઆત થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.