આરોગ્ય વિભાગના દરોડા/ રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 2 ફેકટરીમાંથી અખાદ્ય જથ્થો ઝડપાતા કરી કાર્યવાહી

RMC આરોગ્ય વિભાગે આજીડેમ દિન દયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડા પાડી અંદાજિત 8 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો.

Top Stories Rajkot
Mantay 62 રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 2 ફેકટરીમાંથી અખાદ્ય જથ્થો ઝડપાતા કરી કાર્યવાહી

રાજકોટમાં આરોગ્ય વિભાગે સ્વાસ્થ્ય ચેડા કરવાને લઈને મોટી કામગીરી હાથ ધરી. RMCએ ફૂડ ચેકિંગ મામલે કરાતી કામગીરીમાં બે ફેક્ટરી પર દરોડા પાડ્યા. આ દરોડામાં મોટા પાયે અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. RMCના દરોડામાં મળી આવેલ અખાદ્ય પદાર્થો સ્વાસ્થ્યને નુકસાન કરનાર હોવાનું સામે આવતા બંને ફેક્ટરીઓ સીલ કરવામાં આવી.

RMC આરોગ્ય વિભાગે આજીડેમ દિન દયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડા પાડી અંદાજિત 8 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો. આ સિવાય અન્ય એક ફેક્ટરી આશા ફૂડ નામની પેઢી ખાતે દરોડામાં સાડા પાંચ ટન જેટલો જથ્થો પકડયો હતો. દરોડમાં સામે આવ્યું કે ફેકટરીમાં ચણા દબાવવા શખજીરાનો ઉપયોગ કરાતો હતો જેના કારણે ચણામાં ફૂગ પણ જોવા મળી હતી. ફેકટરી પર 5 કિલો ચણા સાથે 220 કિલો શંખજીરુ અને દાબેલા ચણાનો 4 ટનનો જથ્થો હતો. શંખજીરુ એક અખાદ્ય પદાર્થ છે. જેનો ઉપયોગ કરતા પેટને લગતી સમસ્યા તેમજ ગંભીર રોગો પણ થઈ શકે છે.

સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા મામલે રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ પ્રકિયા હાથ ધરાઈ હતી. જેમાં બાતમીના આધારે શંકાસ્પદ ફેકટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગે હાથ ધરેલ દરોડા અભિયાનમાં કલ્પેશ ટ્રેડર્સ, જે કે સેલ્સ અને આશા ફૂડ નામની ફેક્ટરીમાં પણ દરોડા પાડતા અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપી ફેક્ટરી વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી. દરમ્યાન RMCના દરોડા પાડો અભિયાનમાં બે ફેફ્કટરી પર દરોડા પાડતા કારીગરો નાસી છૂટવામાં સફળ થયા હતા. વિભાગને દરોડા વખતે ફેકટરીમાંથી દાબેલા ચણા અને દાબેલા મગનો જથ્થો પણ મળ્યો હતો. RMC એ ફેકટરી સીલ કરી માલિક પર સખ્ત કાર્યવાહી કરતા પૂછપરછ હાથ ધરશે.

અગાઉ પણ આરોગ્ય તંત્ર દ્વારા તહેવારની ઉજવણી સમયે સઘન ચેકિંગ હાથ ધરતા રાજકોટના મયુર ભજીયા, જોકર ભજીયા, વરીયા ફરસાણ, કૈલાસ ફરસાણ, ન્યુ મયૂર ભજીયા, મનહર સમોસા, પટેલ ફરસાણ, પાયલ ડેરી, સ્વામીનારાયણ ડેરી અને બેસ્ટ મયુર ભજીયા વેપારીઓને ત્યાં દરોડા પાડી બિનઆરોગ્યપ્રદ તેલના જથ્થાનો નાશ કર્યો હતો.



આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ