Not Set/ ‘ફિલ્મવાળા રેપ કરીને છોડી નથી દેતા, કમ સે કમ રોજગારી તો આપે છે..’

મુંબઇ, એક તરફ જ્યાં બોલિવુડથી લઈને ટોલીવુડની અભિનેત્રીઓ ફિલ્મમાં થઇ રહેલાં કાસ્ટિંગ કાઉચ અંગે અવાજ ઉઠાવી રહી છે અને નવા નવા ખુલાસા કરી રહી છે. ત્યાં જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાને વિવાદિત નિવેદન આપ્યું છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને સમર્થન આપતાં ગ્લેમર વર્લ્ડ ચોકી ઉઠ્યું હતું. સરોજ ખાને કહ્યું કે, […]

Top Stories
Saroj Khan ‘ફિલ્મવાળા રેપ કરીને છોડી નથી દેતા, કમ સે કમ રોજગારી તો આપે છે..’

મુંબઇ,

એક તરફ જ્યાં બોલિવુડથી લઈને ટોલીવુડની અભિનેત્રીઓ ફિલ્મમાં થઇ રહેલાં કાસ્ટિંગ કાઉચ અંગે અવાજ ઉઠાવી રહી છે અને નવા નવા ખુલાસા કરી રહી છે. ત્યાં જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાને વિવાદિત નિવેદન આપ્યું છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને સમર્થન આપતાં ગ્લેમર વર્લ્ડ ચોકી ઉઠ્યું હતું.

સરોજ ખાને કહ્યું કે, કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી. બાબા આદમના જમાનાથી આ ચાલ્યું આવે છે.

સરોજ ખાને ત્યાં સુધી કહી દીધું કે  દરેક છોકરી ઉપર કોઈને કોઈ હાથ સાફ કરવાની કોશિશ કરે છે. સરકારના લોકો પણ એવું જ કરે છે. તો તમે લોકો ફક્ત ફિલ્મ ઈંડસ્ટ્રીની પાછળ કેમ પડ્યા છો? ફિલ્મ જગત રેપ કરીને છોડી નથી દેતો, રોજગારી તો આપે છે. યુવતી ઉપર નિર્ભર કરે છે કે તેણે કોઈના હાથમાં આવવું કે નહીં.

સરોજ ખાનના આ નિવેદનથી એ તમામ અભિનેત્રીઓ પર સવાલ ઉઠ્યા છે, જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. સરોજ ખાનના મતે કાસ્ટિંગ કાઉચ થાય છે. તેના માટે જવાબદાર યુવતીઓ જ છે. કારણકે જે-તે પરિસ્થિતિમાં યુવતીઓએ આમ થવા જ દીધું.