Benefits/ રાજકોટ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સુવિધાનું આયોજન

વોટર પ્રુફ Y કોટિંગવાળા રોડ બનાવવા, સિટી બસ શરૂ કરવી જેવી વિવિધ 18 નવી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 09T121138.554 રાજકોટ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સુવિધાનું આયોજન

@ધ્રુવ કુંડેલ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા 2843.52 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રૂપિયા 17.77 કરોડનો કરબોજો લાદવામાં આવ્યો હતો તે સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કર્યા બાદ નામંજૂર કરી દીધો છે. કમિટી દ્વારા વિવિધ 18 નવી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેયર, કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારીને 6 લાખની કરાઈ છે.

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25 માટે રૂપિયા 2843.52 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રૂપિયા 17.77 કરોડનો કરબોજો લાદવામાં આવ્યો હતો જેનો સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કર્યા બાદ નામંજૂર કરી દીધો છે. કમિટી દ્વારા બજેટમાં રૂપિયા 25.71 કરોડનો પણ વધારો કરવામાં આવ્યો છે.

વોટર પ્રુફ Y કોટિંગવાળા રોડ બનાવવા, સિટી બસ શરૂ કરવી જેવી રૂપિયા 50 કરોડની 18 નવી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારાઈ છે. મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોની ગ્રાન્ટ 6 લાખની કરાઈ છે. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષના નેતાને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ શાળાઓ માટે 4 લાખથી વધારી 6 લાખની કરાઈ છે.

પુસ્તકાલયોના નવીનીકરણ માટે રૂપિયા 45 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વોટર પ્રુફ Y કોટિંગવાળા રોડ બનાવવામાં આવશે, જે 7.5 ઈંચની સાઈઝના બનાવવામાં આવશે. સિનિયર સિટિઝન, થેલેસેમિયાગ્રસ્તને સિટીબસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા પર ભાર મૂકાશે.

રાજકોટ મનપાને 50 વર્ષ પૂર્ણ થવા પર રૂપિયા 50 કરોડની નવી યોજનાઓ જાહેર કરાઈ છે. રાજકોટમાં નવો ઝોન જાહેર કરવામાં આવશે. આજ સુધી સેન્ટર ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન હતું હવે નવો સાઉથ ઝોન બનાવવામાં આવશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ

આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…