Congratulations/ મમતા બેનર્જી અને રાહુલ ગાંધીએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર આપ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું

દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત પર વિપક્ષી નેતાઓએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Top Stories India
5 4 4 મમતા બેનર્જી અને રાહુલ ગાંધીએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર આપ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું

દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત બાદ તેમને સતત અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઘરે અભિનંદન આપવા પહોંચ્યા તો વિપક્ષી નેતાઓએ પણ તેમને અભિનંદન આપવામાં કોઈ કસર છોડી ન હતી. જેમાં TMC ચીફ મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓ સામેલ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર દ્રૌપદી મુર્મુજીને અભિનંદન અને શુભેચ્છાઓ”.

તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ દ્રૌપદી મુર્મુ માટે અભિનંદન સંદેશ લખ્યો છે. તેમણેપોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતુ કે, “હું માનનીય રાષ્ટ્રપતિ ચૂંટાયેલા શ્રીમતી દ્રૌપદી મુર્મુને અભિનંદન આપવા માંગુ છું. રાષ્ટ્ર તમને દેશના વડા તરીકે, આપણા બંધારણના આદર્શોના રક્ષક અને આપણી લોકશાહીના રક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક જોશે, ખાસ કરીને જ્યારે રાષ્ટ્ર ઘણા મતભેદોથી પીડિત છે.”

દિલ્હીના મુખ્યમંત્રીએ પણ દ્રૌપદી મુર્મુને 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન સંદેશ મોકલ્યો હતો. તેમના ટ્વિટર હેન્ડલ પરથી  લખ્યું, “દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

જયારે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, “આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ.”

ઓડિશાના સીએમ નવીન પટનાયકે પણ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “#ઓડિશાની પુત્રી શ્રીમતી દ્રૌપદી મુર્મુને ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. તે ખરેખર ઓડિશામાં બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કે તેઓ દેશના સર્વોચ્ચ પદ માટે ચૂંટાયા છે.”

આ નેતાઓ ઉપરાંત દેશના 15માં રાષ્ટ્રપતિને અભિનંદન આપવાની પ્રક્રિયા ચાલુ છે.