UK PM Race/ ઋષિ સુનક અને લિસ ટ્રસ વચ્ચે હવે ખરાખરીનો જંગ,રાજકીય સમીકરણમાં ટ્રસ મજબૂત,જાણો કારણ

ઋષિ સુનક ભલે બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં ટોચ પર હોય, પરંતુ તેમના માટે આગળનો રસ્તો મુશ્કેલ છે.

Top Stories World
3 67 ઋષિ સુનક અને લિસ ટ્રસ વચ્ચે હવે ખરાખરીનો જંગ,રાજકીય સમીકરણમાં ટ્રસ મજબૂત,જાણો કારણ

ઋષિ સુનક ભલે બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં ટોચ પર હોય, પરંતુ તેમના માટે આગળનો રસ્તો મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઋષિ સુનકનું પીએમ બનવાનું સપનું તૂટી શકે છે અને લિઝ ટ્રસ બ્રિટનના વડાપ્રધાન બની શકે છે. રિપોર્ટ અનુસાર, બોરિસ જોનસન સરકારમાં નાણા મંત્રી રહેલા સુનકને PM બનવાનો આસાન રસ્તો દેખાતો નથી કારણ કે હવે મત મેળવવાના છે.

Covid-19/ US પ્રેસિડેન્ટ જો બિડેન કોરોના પોઝિટીવ, વ્હાઈટ હાઉસમાં આઈસોલેટ

વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવા માટે, તેમણે હવે અંદાજિત 160,000 કન્ઝર્વેટિવ પાર્ટીના મતદારોને તેમની તરફેણમાં પોસ્ટલ બેલેટ આપવા માટે તૈયાર કરવા પડશે. હવે PM બનવાની રેસમાં સુનક અને ટ્રસ જ બે દાવેદાર બાકી છે. સોમવારે બીબીસી પર બંને વચ્ચે લાઈવ ડિબેટ થશે. તમામની નજર આ ચર્ચા પર રહેશે. આ પછી પોસ્ટલ બેલેટ પર વોટિંગ થશે અને 5 સપ્ટેમ્બરે ખબર પડશે કે બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ બનશે.

રૂઢિચુસ્ત મતદારો અને અન્ય રાજકારણીઓમાં લિઝ ટ્રસની લોકપ્રિયતા જબરદસ્ત છે. રુસો-યુક્રેન યુદ્ધ અંગે પણ તેમનું વલણ સ્પષ્ટ છે. વિદેશ સચિવ તરીકે, તે યુદ્ધ માટે વ્લાદિમીર પુતિનને જવાબદાર ઠેરવવામાં સફળ રહી હતી. આનાથી તેમની છબી મજબૂત થઈ. તે પાયાના સ્તરે લાંબા સમયથી લોકપ્રિય છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાને પણ કહ્યું છે કે સુનકને નહીં પરંતુ કોઈને પણ સમર્થન આપો.આપને જણાવી દઈએ કે ગ્રાસરૂટ લેવલ પર લોકો ટ્રસને ખૂબ પસંદ કરે છે. તેમણે જોનસન  સરકારના પ્રથમ બે વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપાર સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમણે બ્રેક્ઝિટને ટેકો આપ્યો હતો અને ગયા વર્ષે તેમને યુરોપિયન યુનિયન સાથે વાતચીત માટે દેશના મુખ્ય વાટાઘાટકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ટ્રસ પાર્ટીના સભ્યોની ચૂંટણીમાં તે હંમેશા ટોચ પર રહી છે.

અભિનંદન/ યશવંત સિંહાએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા

ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય છે અને ઉત્તર યોર્કશાયરની રિચમંડ (યોર્ક) બેઠક પરથી સંસદ સભ્ય છે. તેઓ 2015માં અહીંથી જીતીને સાંસદ બન્યા હતા. 2019-2020માં તેઓ મુખ્ય ટ્રેઝરી સેક્રેટરી હતા અને ફેબ્રુઆરી 2020માં તેઓ નાણા મંત્રી બન્યા હતા. “આ નેતૃત્વ હરીફાઈ ફક્ત અમારા પક્ષના નેતા બનવા કરતાં વધુ છે, તે આપણા બ્રિટનના રક્ષક બનવા વિશે છે,” સુનકે આ મહિનાની શરૂઆતમાં નેતૃત્વ માટે તેમની ઉમેદવારી રજૂ કરી ત્યારથી શ્રેણીબદ્ધ ચર્ચાઓ અને મુલાકાતોમાં જણાવ્યું હતું.’

ઉલ્લેખનીસ છે કે  કે ઋષિ સુનકે બુધવારે બોરિસ જોનસનની જગ્યા લેવાની રેસના અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો હતો અને હવે વડાપ્રધાન તરીકે પાર્ટી અને દેશનું નેતૃત્વ સંભાળવા માટે વિદેશ મંત્રી લિઝ ટ્રસનો સામનો કરશે. સુનકે ટોરી ધારાસભ્યોના પાંચમા અને અંતિમ રાઉન્ડમાં 137 મતોથી વિજય મેળવ્યો હતો, જ્યારે બીજા ક્રમે રહેલા ટ્રસને 113 ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. તે જ સમયે, વેપાર પ્રધાન પેની મોર્ડાઉન્ટ 105 મતો સાથે ત્રીજા સ્થાને આવ્યા અને વડા પ્રધાન પદની રેસમાંથી બહાર થઈ ગયા.