Not Set/ રાજકોટ : જેતપુરમાંથી 6 લાખના 650 ગ્રામ ચરસ સાથે એક ઝડપાયો

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચરસ-ગાંજાનું નેટવર્ક ધમધમતું થયુ છે. પોલીસે પણ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કમર કસી છે. જે અંતર્ગત જેતપુરના નવાગઢમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી લાખોના ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. રાજકોટ બાદ જેતપુરમાં ચરસ વેચાણના નેટવર્ક પર્દાફાશ કરવા અંગે રૂરલ એસપી બલરામ મીણાએ રાજકોટ ખાતે પ્રેસ […]

Top Stories Rajkot Gujarat
RJT Hashish 2 રાજકોટ : જેતપુરમાંથી 6 લાખના 650 ગ્રામ ચરસ સાથે એક ઝડપાયો

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચરસ-ગાંજાનું નેટવર્ક ધમધમતું થયુ છે. પોલીસે પણ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કમર કસી છે. જે અંતર્ગત જેતપુરના નવાગઢમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી લાખોના ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. રાજકોટ બાદ જેતપુરમાં ચરસ વેચાણના નેટવર્ક પર્દાફાશ કરવા અંગે રૂરલ એસપી બલરામ મીણાએ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર જાણકારી આપી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, નવાગઢના ખાટકીવાસ નજીક રહેતો મુસ્લીમ શખ્સ સલીમ સીદીક સમા ચરસનો ધંધો કરતો હોવાની બાતમી એસઓજીને મળી હતી. આ બાતમીને આધારે એસઓજી ટીમે નવાગઢના ધાર વિસ્તારમાં આવેલી દરગાહ પાસે સલીમની ઓરડી પર દરોડો પાડ્યો હતો. જેમાં કુલ રૂપિયા 6 લાખની કિંમતનું 650 ગ્રામ ચરસ મળી આવતા પોલીસે આ ચરસ કબ્જે કરી આરોપી સલીમ સમાની ધરપકડ કરી હતી.

RJT Hashish e1538920675618 રાજકોટ : જેતપુરમાંથી 6 લાખના 650 ગ્રામ ચરસ સાથે એક ઝડપાયો

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપી સલીમ છેલ્લા એકાદ વર્ષથી ચરસનો વેપાર કરતો હતો. તેમજ આ ચરસની પડીકી રૂપિયા 1100માં વેચતો હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી સલીમ આ ચરસ ક્યાંથી લાવતો હતો? તેમજ આ મામલે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? સહિતના મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા વખત પૂર્વે રાજકોટ શહેરમાંથી ચરસ અને અફીણ વેચાણનું નેટવર્ક ઝડપાયું હતું.