કાર્યવાહી/ ગોંડલ  જનસેવાકેન્દ્રમાં બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુન્હો દાખલ

ગોંડલ સિટી પોલીસના પી.એસ.ઓ રેશ્માબેને માહિતી આપવામાં લાજ કાઢી હોય ફોનનું રિસિવર ઉઠાવી સાઈડમાં મૂકી દઈ ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી. જે અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી હતી,

Top Stories Gujarat
gb 4 1 ગોંડલ  જનસેવાકેન્દ્રમાં બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુન્હો દાખલ

વિશ્વાસ ભોજાણી,ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

ગોંડલ સિટી પોલીસના પી.એસ.ઓ રેશ્માબેને માહિતી આપવામાં લાજ કાઢી હોય ફોનનું રિસિવર ઉઠાવી સાઈડમાં મૂકી દઈ ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી. જે અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી હતી,કોરોના કાળમાં લોકોના દુઃખ ભૂલી સરકારી પ્રોપર્ટીને પાર્ટી પ્લોટ માં તબદીલ કરી ભાજપી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હોય, સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો વાયરલ થતા સીટી પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા અને મંત્રી બીપીનભાઈ નિમાવત દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે જેલ ચોક ખાતે ના જનસેવા કેન્દ્રની જલસા કેન્દ્ર બનાવી, સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડાવી કેક કાપી ગિફ્ટ લઇ અવતરણ દિન ઉજવવામાં આવ્યો હોય, જેના ફોટોસ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને આવતા પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના આદેશ અપાયા હતા અને અવતરણ દિનની ઉજવણી થયેલ હોય બંને આગેવાનો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.

gb1 ગોંડલ  જનસેવાકેન્દ્રમાં બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુન્હો દાખલ

અત્રે એ ઉલ્લેખનીય છે કે પોલીસ મથકમાં પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા રેશ્માબેન દ્વારા નેતાઓના જલસા બનાવ અંગે પૂછપરછ કરાતા લાજ કાઢવામાં આવી હતી. અને ઓનલાઇન માહિતી જોઈ લેશો તેઓ ઉભડક જવાબ અપાયો હતો અને ટેલિફોન નું રીસીવર સાઈડમાં મુકી ફરજ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી.આ બનાવ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી હતી.

majboor str 7 ગોંડલ  જનસેવાકેન્દ્રમાં બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુન્હો દાખલ