Not Set/ MP વિધાનસભા ચૂંટણી : ભાજપ દ્વારા ૧૭ ઉમેદવારોની બીજી યાદી કરાઈ જાહેર

ભોપાલ,  ચાલુ વર્ષના અંતે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હવે સોમવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવાની સાથે જ કુલ ૧૯૩ ઉમેદવારોના નામનું એલાન કરાયું છે. ૧૭ ઉમેદવારોની બીજી યાદીમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું […]

Top Stories India Trending
bjp flag 01 750 1 MP વિધાનસભા ચૂંટણી : ભાજપ દ્વારા ૧૭ ઉમેદવારોની બીજી યાદી કરાઈ જાહેર

ભોપાલ

ચાલુ વર્ષના અંતે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હવે સોમવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે.

ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવાની સાથે જ કુલ ૧૯૩ ઉમેદવારોના નામનું એલાન કરાયું છે. ૧૭ ઉમેદવારોની બીજી યાદીમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છેમ જયારે કુલ ૧૯૩ ઉમેદવારોમાં ૧૮ મહિલાને ટિકિટ ફાળવાઈ છે.

બીજી યાદીમાં ભાજપના સાંસદ અનૂપ મિશ્રાને ભિતરવાર, જબેરાથી ધર્મેન્દ્ર લોધી, જબલપુર પશ્ચિમથી હરેન્દ્ર જીત સિંહ બબ્બુ, મુલતાઇથી રાજા પવાર, કુરવઈથી હરી સપ્રે, ઉજ્જૈન દક્ષિણથી મોહન યાદવ, કોલારસથી વીરેન્દ્ર રઘુવંશી, બાસૌદાથી લીના જૈન, પેટલાવાદ નિર્મલા ભૂરિયા સહિતના ઉમેદવારોને ટિકિટ ફળવાઈ છે.

બીજી બાજુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ૧૫૫ ઉમેદવારોની પ્રથમ યાદી અને ત્યારબાદ ૧૬ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

મધ્યપ્રદેશમાં જાહેર કરવામાં આવેલી ૧૭૭ ટિકિટોની વહેચણીની ખાસ વાત એ રહી હતી કે, શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં મંત્રી રહેલા માયા સિંહની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપ દ્વારા તેઓના સ્થાને સતીશ સિકરવારને મેદાનમાં ઉતાર્યા છે. નોધનીય છે કે, માયા સિંહ ગ્વાલિયર પૂર્વથી ચૂંટણી લડતા આવ્યા છે.

જો કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતાની પરંપરાગત સીટ બુધનીથી જ ચૂંટણી લડશે.