Not Set/ વાયુ ઇફેક્ટ : નવસારીનાં બોરસી ગામમાં 80 ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા

અરબી સમુદ્ર ઉદભવેલા ચક્રાવાત વાયુનો ખતરો ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પરથી હાલ તુરંત તો ટળી ગયો છે અને વાયુ ફંટાઇને દિશા બદલવાની સાથે દ્રારકાનાં મધદરિયે સમુદ્રમાં જ વિલીન થઇ જશે તેવી હવામાન વિભાગ દ્રારા માહિતી આપવામા આવી છે. તો સાથે સાથે વાયુની ડેન્સીટીમાં ભારે વધારો નોંધવામાં આવતા તેનો વ્યાસ ખુબ વધારે જોવા મળી રહ્યો […]

Top Stories Gujarat Surat Others
boric4 વાયુ ઇફેક્ટ : નવસારીનાં બોરસી ગામમાં 80 ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા

અરબી સમુદ્ર ઉદભવેલા ચક્રાવાત વાયુનો ખતરો ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પરથી હાલ તુરંત તો ટળી ગયો છે અને વાયુ ફંટાઇને દિશા બદલવાની સાથે દ્રારકાનાં મધદરિયે સમુદ્રમાં જ વિલીન થઇ જશે તેવી હવામાન વિભાગ દ્રારા માહિતી આપવામા આવી છે. તો સાથે સાથે વાયુની ડેન્સીટીમાં ભારે વધારો નોંધવામાં આવતા તેનો વ્યાસ ખુબ વધારે જોવા મળી રહ્યો છે અને આગામી 24 કલાક માટે ગુજરાત પર પવન સાથે ભારેથી અતિભારે વરસાદનો ખતરો હજુ યથાવત જોવા મળી રહ્યો છે.

boric3 વાયુ ઇફેક્ટ : નવસારીનાં બોરસી ગામમાં 80 ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા

વાયુ તો નહીં પરંતુ વાયુનાં ભયાનક ઓછાયા ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યા છે અને પોતાની અસરોથી ગામોના ગામો આસ્તવસ્ત કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત પણ વાયુની લપેટમાં આવી ગયું છે. જેની શરૂઆત નવસારી જિલ્લાના બોરસી ગામે થી થઇ ગઈ છે. બોરસી ગામમાં પાણીનો ભરાવો થઇ ગયો છે. લોકો ગભરાટના માર્યા ઘર અને ઘરવખરી બચાવવામાં લાગી ગયા છે.

boric વાયુ ઇફેક્ટ : નવસારીનાં બોરસી ગામમાં 80 ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા

વાત જાણે એમ છે કે નવસારી જિલ્લાના બોરસી ગામે આજે બપોર સુધીમાં 4000 હજાર જેટલા લોકો વાયુની ઝપેટમાં આવી ગયા છે. 80 ઘરો પાણી ઘુંટણ સમા પાણી ઘુસી ગયાનું સામે આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોતા પાણીનો ભરાવો વધવાની શક્યતા જણાઇ રહી છે ત્યારે જો વાયુ પોતાનું વધુ જોર બતાવે તો આપત્તિઓમાં વધારો થઇ શકે એમ છે.

boric2 વાયુ ઇફેક્ટ : નવસારીનાં બોરસી ગામમાં 80 ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા

વહીવટીતંત્રની કામગીરી માત્ર સૂચના પૂરતી સીમિત રહી હોય તેવું આ સ્થળે જોવા મળી રહ્યું છે અને લોકોનાં સ્થળાંતર માટેની કોઇ વ્યવસ્થા તંત્ર તરફથી હાલ સુઘી કરવામા આવી નથી. ગામની સંરક્ષણ દીવાલને ક્રોશ કરીને દરિયાના મોજા ગામમાં આવી ગયા છે. જોકે મોટી ભરતીઓથી ટેવાયેલા ગામજનો આ આપતિ સામે ઝઝુમી રહ્યા છે. સરકાર દ્રારા સંરક્ષણ દિવાલ તો બનાવવામાં આવી છે. પરંતુ દિવાલની જાળવણીમાં સરકારનાં કામ હોવાનું પ્રતિત થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.