Not Set/ live update: મનોહર પર્રિકરને PMની શોકાંજલી,સાંજે ૫ વાગ્યે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

ગોવા, ગોવાના મુખ્યમંત્રી ચોથી વખત બનેલા વરિષ્ઠ ભાજપ નેતા મનોહર પર્રિકરનું નિધન થયું છે. રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય થશે. કેન્દ્રએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર આજે ગોવાની રાજધાની પણજીમાં સાંજે પાંચ વાગ્યે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. અગાઉ તેમનો પાર્થીવ દેહ પણજીની ભાજપ ઓફીસમાં આશરે 1 કલાક સુધી અંતિમ દર્શન […]

Top Stories India Trending
mantavya 361 live update: મનોહર પર્રિકરને PMની શોકાંજલી,સાંજે ૫ વાગ્યે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

ગોવા,

ગોવાના મુખ્યમંત્રી ચોથી વખત બનેલા વરિષ્ઠ ભાજપ નેતા મનોહર પર્રિકરનું નિધન થયું છે. રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય થશે. કેન્દ્રએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર આજે ગોવાની રાજધાની પણજીમાં સાંજે પાંચ વાગ્યે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

અગાઉ તેમનો પાર્થીવ દેહ પણજીની ભાજપ ઓફીસમાં આશરે 1 કલાક સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો. આ દરમિયાન મોટા પ્રમાણમાં લોકો ત્યાં હાજર રહ્યા.

મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલી અર્પીત કરતા સમયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ભાવુક થઇ ગયા હતા.  શ્રદ્ધાંજલી અર્પીત કર્યા બાદ તેઓ રડી પડ્યા હતા.

ભાજપ નેતાને શ્રદ્ધાંજલી આપવા માટે વડાપ્રધાન મોદી પણજી ખાતે પહોંચી ચુક્યા છે. તેઓ થોડા જ સમયમાં પર્રિકરનાં પાર્થિવ શરીરને પુષ્પાંજલી અર્પિત કરવા માટે પહોંચશે. કલા એકેડેમી ખાતે રખાયેલા તેમને પુષ્પાંજલી અર્પીત કરવા માટે નીતિન ગડકરી સહિતનાં દિગ્ગજ નેતાઓ પહોંચી ચુક્યા છે.

તેઓ પેંક્રિયાટિક કેન્સર (અગ્નાશય)થી પીડિત હતા.પર્રિકરને કેન્સરની જાણ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. ત્યાર પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી .24 ઓક્ટોબર 2000ના પહેલી વખત ગોવાના મુખ્યમંત્રી પદ સંભાળતા જ તેમણે એક જ દિવસમાં પેટ્રોલના ભાવ 11 રૂપિયા લિટર ઓછા કરી દીધા હતા.

મુખ્યમંત્રી બનવાવાળા પહેલા આઈઆઈટીયન હતા પર્રિકર

તેઓ ચાર વાર 2000-02 થી માર્ચ 2019 સુધી ચાર વાર ગોવાના મુખ્યમંત્રી રહ્યા હતા. 2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી..પર્રિકરે 2014થી 2017 સુધી રક્ષામંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો.

તેમના જ કાર્યકાળમાં ભારતીય સેનાએ પીઓકેમાં રહેલા આતંકી ઠેકાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પર્રિકરના રક્ષામંત્રી રહેતા જ વન રેન્ક- વન પેન્શન સ્કીમ લાગુ કરાઈ હતી.13 ડિસેમ્બર 1955ના રોજ ગોવાના માપુસામાં જન્મેલા પર્રિકર પહેલા એવા મુખ્યમંત્રી હતા જે આઈઆઈટી પાસઆઉટ હતા.  ત્યારબાદ તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યાં હતાં.

તેમની પત્નીનું પણ કેન્સરથી નિધન થયું હતું

પીએમ મોદીએ પર્રિકરના મોત પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મનોહર પર્રિકર આધુનિક ગોવાના નિર્માતા હતા. પોતાના મિલનસાર વ્યક્તિત્વ અને સરળ સ્વભાવના કારણે વર્ષો સુધી રાજ્યના પ્રિય નેતા રહ્યા હતા. તેની જન-સમર્થક નીતિઓએ ગોવાને પ્રગતિની નોંધપાત્ર ઊંચાઈએ પહોચાડ્યું હતું.પર્રિકરના પત્ની મેઘાનું 2001માં કેન્સરના કારણે નિધન થયું હતું. તેમના બે દિકરા ઉત્પલ અને અભિજાત છે. ઉત્પલે અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભિજાત બિઝનેસમેન છે.

લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા મનોહર પરિકરે દુનિયાને અલવિદા કહેતાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ હતી. તેમજ તેઓની ખોટ હંમેશા પરિવારની સાથે સાથે ભાજપ અને ગોવાના લોકોમાં સાલશે.