પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શનિવારે પીઓકેમાં આયોજિત ચૂંટણી રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું છે. આ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય મંચોમાં પોતાને કાશ્મીરીઓના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ ગણાવ્યા છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, ઇમરાન ખાને પીઓકેમાં આગામી ચૂંટણી પહેલા યોજાયેલી જાહેર સભાને સંબોધન કર્યું છે.
આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘ભાજપ અને આરએસએસની વિચારધારા પોતે જ ભારત માટે ખતરો છે, કારણ કે તે માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ શીખ, ખ્રિસ્તીઓ અને અનુસૂચિત જાતિઓને પણ નિશાન બનાવે છે, જેને તેઓ સમાન નાગરિક નથી માનતા.’ આ પછી ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ રદ કરવાનો પણ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ઓગસ્ટ, 2019 થી કાશ્મીરમાં “અત્યાચાર” તીવ્ર બન્યા છે. ઇમરાને કહ્યું કે, સંઘર્ષમાં પાકિસ્તાન કાશ્મીરીઓની સાથે ઉભું છે.
આ પણ વાંચો :ઈન્ડોનેશિયા કોરોનાનાં મામલે હવે બ્રાઝિલને છોડી રહ્યુ છે પાછળ
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યુ હું, કાશ્મીરીઓનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને દુનિયાભરમાં તેમના માટે અવાજ ઉઠાવતો રહીશ.
કુરાનનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેઓ તેમના ‘રાજદૂત અને હિમાયતી’ તરીકે વિશ્વભરના કાશ્મીરીઓનો મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે. કબજા હેઠળના કાશ્મીરમાં 25 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. દરમિયાન, ઇમરાન ખાન લોકોની સામે જૂઠું બોલવાનું પણ રોકી રહ્યા નથી. તેમણે પાકિસ્તાનનું ઘટતું અર્થતંત્ર અને વધતા દેવા છતાં ભાષણમાં તેમની પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ આર્થિક મોડેલની પ્રશંસા કરી. આ પહેલા ઇમરાન ખાને અફઘાનિસ્તાનમાં વધતી હિંસા અને તાલિબાનોને મદદ કરવાના આરોપ પર કહ્યું હતું કે આ માટે પાકિસ્તાનને દોષી ઠેરવું યોગ્ય નથી.
આ પણ વાંચો : અમેરિકામાં 44 વર્ષ બાદ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો,ડીએનએથી હત્યારો પકડાયો
આ પણ વાંચો :બ્રિટનના આરોગ્યમંત્રી સાજિદ જાવિદ કોરોના સંક્રમિત