Not Set/ 8 લાખની લાંચ કેસમાં DySp જે એમ ભરવાડને સસ્પેન્ડ કરાયા

રૂપિયા 8 લાખની લાંચના કેસમાં જેતપુરના DySp જે.એમ.ભરવાડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે, ગૃહ વિભાગના આદેશ પ્રમાણે ફરજ મોકુફ દરમિયાન તેમનું મુખ્ય મથક પોલીસ અધિક્ષકની કચેરી છોટા ઉદેપુર રાખવામાં આવ્યું છે. ફરિયાદીને મદદ કરવા માટે કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ ફરિયાદી પાસેથી 8 લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને પછી ભરવાડને ફોન પર જાણ કરી હતી કે […]

Top Stories
aamay 13 8 લાખની લાંચ કેસમાં DySp જે એમ ભરવાડને સસ્પેન્ડ કરાયા

રૂપિયા 8 લાખની લાંચના કેસમાં જેતપુરના DySp જે.એમ.ભરવાડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે, ગૃહ વિભાગના આદેશ પ્રમાણે ફરજ મોકુફ દરમિયાન તેમનું મુખ્ય મથક પોલીસ અધિક્ષકની કચેરી છોટા ઉદેપુર રાખવામાં આવ્યું છે.

ફરિયાદીને મદદ કરવા માટે કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ ફરિયાદી પાસેથી 8 લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને પછી ભરવાડને ફોન પર જાણ કરી હતી કે રૂપિયા મળી ગયા છે, તે વખતે એસીબીએ તેને 8 લાખ રૂપિયાની રકમ સાથે પકડી પાડ્યો હતો.

એસીબીએ ગુનો દાખલ કર્યા પછી જે.એમ.ભરવાડ 3 મહિના સુધી ફરાર હતા, બાદમાં સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન આપ્યાં હતા, પછી તેઓ નોકરી પર પરત ફર્યા હતા અને વિરોધીએને દબંગ સ્ટાઇલમાં જવાબ આપ્યો હતો, પરંતુ હવે લાંચ કેસની તપાસ ચાલુ હોવાથી ગૃહ વિભાગે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.