દ્વારકા/ સરકાર માટે શરમજનક : દ્વારકાનાં ગામડાઓમાં ખેડૂતોએ જાતે ઉપાડ્યા પાવડા, ચલાવ્યા ટ્રેકટર અને બનાવ્યો રસ્તો

આ રસ્તાની મંજૂરી નહીં મળતી હોવાના કારણે, તેમજ કામ નહીં કરવાનાં કારણે ખેડૂતોને પોતાના ખીસ્સા ઉપર જ ભારણ વધારવાનો વારો આવ્યો છે.

Top Stories Gujarat Others
ઠાકર શેરડીથી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાનાં પીપળીયા અને માળી સુધીનો રસ્તો ખેડૂતો ફંડ એકઠું કરીને બનાવી રહ્યા છે. રોડ રસ્તો બિસ્માર હોવાના કારણે ઠાકર શેરડીમાંથી  અભ્યાસ માટે પીપળીયા અને માળી ગામનાં 220થી વધુ વિદ્યાર્થી જાય છે. જેને ચોમાસામાં તકલીફ પડતી હોવાથી અને તંત્ર દ્વારા આ રસ્તાની મંજૂરી નહીં મળતી હોવાના કારણે ખેડૂતોને પોતાના ખીસ્સા ઉપર જ ભારણ વધારવાનો વારો આવ્યો છે. ઠાકર શેરડીથી

ઠાકર શેરડીથી

વધુ વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ઠાકર શેરડીથી પીપળીયા અને માળી ગામ સુધીનો સાત કિલોમીટરનો માર્ગ ખેડૂતો એ પોતાના ખર્ચે બનાવવાની કામગીરી શરૂ કરી છે. 7 કિમી  સુધીનાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકોને હલકી પડી રહી હતી. જેથી બાળકોને શાળાએ જવા આવવામાં તેમજ ખેડૂતોને તેના ખેતરમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જવા માટે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી સ્થાનિકોએ આઠ ટ્રેકટર, એક જેસીબી અને એક કટર મશીન સહિત સ્થાનિક લોકો અને યુવાનો દ્વારા આ રોડ રસ્તાની કામગીરી શરૂ કરી છે.

ઠાકર શેરડીથી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે 80% જેટલો વરસાદ વરસી ચુક્યો છે.  જ્યારે ખંભાળિયામાં  40 % થી વધુ વરસાદ વરસતા ખંભાળીયા તાલુકાના છેવાળાના ગામ પીપળીયાથી ઠાકર શેરડી સુધીનો વાડી વિસ્તારમાં આવેલ 7 કિમિ સુધીનો રોડ ખરાબ હાલતમાં હોવાના કારણે અહીંના 100 જેટલા પરિવારોને અસર થતી ત્યારે સ્થાનિકોએ આ રોડ રસ્તા મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ રસ્તો બનાવવા માટે સર્વે થઇ ગયો પરંતુ વહીવટી તંત્રની મંજૂરી ન મળતા હાલ બિસ્માર હાલતમાં રસ્તો છે. જેથી સરકાર દ્વારા રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે અને સરકારી ઉત્સવો અને મહોત્સવોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરતી આ સરકાર ખેડૂતનાં પાયાનાં પ્રશ્ન એવા આ રોડ રસ્તાનું કામ કરવામાં વિલંબ કરે છે. તે ખેડૂતોને અન્યાય થતો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.

આ પણ વાંચો : 16 વર્ષ પહેલા મુસ્લિમો પર શું કહ્યું હતું મનમોહન સિંહે, જેના કારણે હાલ ગુજરાતમાં હોબાળો