ઝારખંડ/ ઝારખંડમાં પોલીસ અને નકસલવાદીઓ વચ્ચે અથડામણ,બે જવાન શહીદ,વિસ્તારમાં સર્ચ ઓપરેશન

ઝારખંડના ચતરામાં પોલીસકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું

Top Stories India
1 1 4 ઝારખંડમાં પોલીસ અને નકસલવાદીઓ વચ્ચે અથડામણ,બે જવાન શહીદ,વિસ્તારમાં સર્ચ ઓપરેશન

ઝારખંડના ચતરામાં પોલીસકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓના જીવ ગયા છે. એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે. ઝારખંડ પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે સાંજે બની હતી. ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે એરલિફ્ટ કરીને રાંચી લઈ જવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

મળતી માહિતી મુજબ બુધવારે સાંજે ચતરામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર બાદ બે પોલીસકર્મીઓના મોત થયા છે. એક સૈનિક ઘાયલ થયો છે અને તેને એરલિફ્ટ કરીને રાંચી લઈ જવામાં આવ્યો છે. ઝારખંડ પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે પોલીસકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ પોલીસ આસપાસમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ઝારખંડના ગઢવામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં કેટલાક કલાકો સુધી ફાયરિંગ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ અધિકારીને પણ ગોળી વાગી હતી.