Political/ શરદ પવાર જૂથને મળ્યું નવું નામ, હવે ઓળખાશે આ નામથી જાણો..

એનસીપીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લીધા બાદ ચૂંટણી પંચે શરદ પવાર જૂથને આજે સાંજ સુધીનો સમય આપ્યો હતો અને ત્રણ નામ અને ત્રણ ચૂંટણી ચિન્હનો વિકલ્પ માગ્યો હતો

Top Stories India
4 1 શરદ પવાર જૂથને મળ્યું નવું નામ, હવે ઓળખાશે આ નામથી જાણો..

એનસીપીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લીધા બાદ ચૂંટણી પંચે શરદ પવાર જૂથને આજે સાંજ સુધીનો સમય આપ્યો હતો અને ત્રણ નામ અને ત્રણ ચૂંટણી ચિન્હનો વિકલ્પ માગ્યો હતો. સૂત્રોને ટાંકીને માહિતી પ્રાપ્ત થઈ છે કે શરદ જૂથે ચૂંટણી પેનલના આદેશ પર નવા પક્ષ માટે નામ અને પ્રતીક સૂચવ્યું હતું. જેમાં શરદ પવાર જૂથનું નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે શરદ પવારના જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર નામ આપ્યું છે.

આના એક દિવસ પહેલા એટલે કે 6 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે શરદ પવાર જૂથને મોટો ઝટકો આપ્યો અને અસલી NCP અજિત પવાર જૂથને સોંપી દીધી. પંચના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચે છેલ્લા 6 મહિનામાં 10 સુનાવણી બાદ આ નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણય બાદ શરદ પવાર જૂથે તીખી પ્રતિક્રિયા આપી હતી અને ચૂંટણી પંચની આકરી ટીકા કરી હતી. આ મુદ્દે શરદ પવારના જૂથે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. તેના જવાબમાં અજિત પવારના જૂથે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી છે.

શરદ પવારના જૂથે ચૂંટણી પંચને તેમની પાર્ટી માટે ત્રણ નામ અને ચિન્હો જમા કરાવ્યા હતા. ચૂંટણી પંચે શરદ જૂથને આજે સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારના જૂથ દ્વારા પ્રસ્તાવિત નામોમાં શરદ પવારે કોંગ્રેસ, MI નેશનાલિસ્ટ, શરદ સ્વાભિમાની અને ત્રણ પ્રતીકો- ‘ચાનો કપ’, ‘સૂર્યમુખી’ અને ‘ઉગતો સૂર્ય’ સૂચવ્યા હતા. ચૂંટણી પંચે શરદ પવાર જૂથને નવું નામ આપ્યું છે – NCP-શરદચંદ્ર પવાર.