Not Set/ વિશ્વના લોકોને હું બતાવીશ દિલ્લી, મુંબઈમાં જ નહીં અરુણાચલમાં બોર્ડ મિટીંગ કરવામાં આવે : PM મોદી

ઇટાનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે છે. સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશના ઇટાનગર ખાતે પહોંચ્યા હતા. ઇટાનગર ખાતે તેઓએ ખાંડું રાજ્ય સભાગૃહ અને સિવિલ સચિવાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેઓએ એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, “અરુણાચલમાં વિકાસનો પ્રકાશ ફેલાશે. ઉત્તર-પૂર્વીય રાજ્યોના યુવાનોમાં શીખવાની તમન્ના છે”. તેઓએ વધુમાં […]

Top Stories
DWDof OX0AAjroI વિશ્વના લોકોને હું બતાવીશ દિલ્લી, મુંબઈમાં જ નહીં અરુણાચલમાં બોર્ડ મિટીંગ કરવામાં આવે : PM મોદી

ઇટાનગર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે છે. સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશના ઇટાનગર ખાતે પહોંચ્યા હતા. ઇટાનગર ખાતે તેઓએ ખાંડું રાજ્ય સભાગૃહ અને સિવિલ સચિવાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેઓએ એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, “અરુણાચલમાં વિકાસનો પ્રકાશ ફેલાશે. ઉત્તર-પૂર્વીય રાજ્યોના યુવાનોમાં શીખવાની તમન્ના છે”. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હવે લોકોને અહેસાસ થઇ રહ્યો છે કે, સરકાર માત્ર દિલ્લીથી જ નહિ પણ દેશભરના અન્ય હિસ્સોમાંથી પણ ચાલી રહી છે.

પીએમ મોદીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું,

હવે લોકોને અહેસાસ થઇ રહ્યો છે કે, સરકાર માત્ર દિલ્લીથી જ નહિ પણ દેશભરના અન્ય હિસ્સોમાંથી પણ ચાલી રહી છે.

તમામ લોકો હળીમળીને એક જ દિશામાં ચાલે છે તો સરકાર સારી રીતે ચાલે છે. એક જ કેમ્પસમાં હોવાથી નિર્ણય પ્રક્રિયા અને ડિલિવરિંગ પ્રોસેસ ઝડપી બને છે.

આજે હું દોરજી ખાંડુ સેક્રેટરિએટનું લોકાર્પણ કરીને ગર્વ અનુભવી રહ્યો છું.

અમે સરકારમાં એક પ્રયોગ શરૂ કર્યો છે. દિલ્હીથી સરકાર ચલાવતા ૭૦ વર્ષ થઇ ગયા. લોકો દિલ્હી તરફ જોતા હતા. હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે.

અરુણાચલ પ્રદેશ સપનાઓનું ઉર્જા કેન્દ્ર છે.

વિશ્વના લોકોને હું બતાવીશ કે માત્ર દિલ્લી, મુંબઈમાં જ નહીં પણ અરુણાચલમાં પણ બોર્ડ મિટીંગ કરવામાં આવે.

હું વ્યક્તિગત રીતે લોકોને કહેવાનો છું કે, અરૂણાચલ પ્રદેશ જાઓ અને તમારી મહત્વની મીટિંગ્સ ત્યાંના કન્વેન્શન સેન્ટરમાં કરો.
મીટિંગો શા માટે દેશની રાજધાની દિલ્હીમાં જ થવી જોઇએ? આપણે દરેક રાજ્યમાં જવું જોઇએ અને એટલા માટે જ નોર્થઇસ્ટર્ન કાઉન્સિલની મીટિંગ માટે હું શિલોંગ આવ્યો હતો.

કૃષિક્ષેત્રની મહત્વની મીટિંગ સિક્કિમમાં આયોજિત કરવામાં આવી હતી.

અરૂણાચલમાં મોરારજી દેસાઇ આવ્યા હતા. બાકી કોઇ પીએમ આવ્યા નથી. પીએમ વ્યસ્ત માણસ હોય છે. છેલ્લા ૩ વર્ષથી અમારા મંત્રીઓ નોર્થઇસ્ટના અલગ-અલગ ક્ષેત્રોમાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે, ૧૮ ફેબ્રુઆરીથી ત્રિપુરા વિધાનસભાની ચુંટણી યોજવા જઈ રહી છે ત્યારે પીએમ મોદીની ત્રિપુરા મુલાકાત ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. તેઓગુરુવારે બે જાહેરસભાને પણ સંબોધિત કરવાના છે. ૬૦ સીટવાળી ત્રિપુરા વિધાનસભામાં બીજેપી ૫૧ સીટ પર ચૂંટણી લડી રહી છે, જ્યારે તેમના ગઠબંધન સહયોગી ‘ઇન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા’ (આઇપીએફટી) ૯ સીટો પર લડી રહી છે.