Not Set/ પીએમ મોદીનું કોંગ્રેસ પર હલ્લાબોલ: કોંગ્રેસીઓ પહેલેથી જ ગુજરાત વિરોધીઓ રહ્યાં છે, ગુજરાતી નેતાઓની હાલત ખરાબ કરી કોંગ્રેસીઓએ

અમદાવાદ, ગુજરાત ચૂંટણીનું બ્યુગલ ફુંકતા આજે ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જબરદસ્ત પ્રહારો કરતાં જણાવ્યું હતું કે નહેરુથી લઇને કોંગ્રેસના નેતાઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના નેતાઓના વિરોધીઓ રહ્યાં છે. ભાટ ગામ પાસે વિશાળ સંખ્યામાં ભેગા થયેલાં ભાજપના પેઇજ પ્રમુખોને સંબોધતા પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરદાર […]

Top Stories

અમદાવાદ,

ગુજરાત ચૂંટણીનું બ્યુગલ ફુંકતા આજે ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જબરદસ્ત પ્રહારો કરતાં જણાવ્યું હતું કે નહેરુથી લઇને કોંગ્રેસના નેતાઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના નેતાઓના વિરોધીઓ રહ્યાં છે. ભાટ ગામ પાસે વિશાળ સંખ્યામાં ભેગા થયેલાં ભાજપના પેઇજ પ્રમુખોને સંબોધતા પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઇ, મોરારજી દેસાઇ હોય કે બાબુ જશભાઇ પટેલ કોંગ્રેસના નેતાઓ ગુજરાતીઓના વિરોધી રહ્યાં છે. સરદાર પટેલની દીકરી મણિબહેન સાથે કોંગ્રેસ શો વ્યવહાર કર્યો છે તે કોણ નથી જાણતું. મોરારજીભાઇને નાબૂદ કરવા આ પરિવાર તમામ તાકાતથી કામે લાગ્યો હતો. બાબુભાઇ જશભાઇની સરકારને પાડવા બધું કર્યું ગુજરાત માટેનો તેમનો દ્વેષ રહ્યો છે.બલિ ચડાવવાની હોય તો તેઓ ગુજરાતની બલિ લે છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ તેમના પક્ષના ગુજરાતીઓને પણ  અન્યાય કર્યો છે. જેણે સૌથી વધુ સીટ આપી તેવા માધવસિંહ સોલંકીને એક ચિઠ્ઠી માટે ભોગ લઇ લેવાયો હતો.બોફોર્સ કાંડમાં પોતાને બચાવવવા કોંગ્રેસના નેતાઓએ માધવસિંહ સોલંકીને ઘરે બેસાડી દીધા હતા.કોંગ્રેસે મને જેલમાં નાંખવા અમિત શાહને જેલમાં નાંખ્યાં હતાં. આજે સત્ય સામે આવી ગયું છે અને અમે ક્યાં અને તમે ક્યાં છો તે જોઇ લો.

સોશિયલ મીડીયામાં વિકાસ મામલે હાલ જે ભાજપની ખીંચાઇ થઇ રહી છે તે મામલે પીએમ મોદીએ કહ્યું કે વિકાસ મામલે ચૂંટણી લડવા હું કોંગ્રેસને ચેલેન્જ કરૂ છું. મારી બહુ ઇચ્છા હતી કે કોંગ્રેસ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની હિંમત કરે પરંતું  કોંગ્રેસમાં દમ નથી કે વિકાસના મુદ્દે ચૂંટણી લડવાનું ચેલેન્જ ઉપાડે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ જમાનત પાર્ટી છે, મા-બેટા જામીન પર છુટીને આવ્યા છે અને અમને સવાલો પુછે છે.આ કોંગ્રેસ પાર્ટી જમાનતી પાર્ટી છે. મને ગુજરાતની જનતા પર ભરોસો છે. કોંગ્રેસ માટે તાળી વગાડે છે, ગીત ગાય છે તેમને પૂછું છું કે કોંગ્રેસની સ્થિતિ સારી હતી તો તેમની પાર્ટીના 25 ટકા લોકો ચૂંટણી પહેલાં તેમને છોડી ગયાં એનું શું કારણ છે. પોતાના ગિરેબાનમાં ઝાંકો, શું હાલત થઇ છે તમારી…તેમને પડકાર ફેકું છું કે વિકાસના મુદ્દે ચૂંટણી લડો.

જીએસટી અંગે બોલતા વડપ્રધાને કહ્યું કે જીએસટીનો નિર્ણય બધી પોલિટિકલ પાર્ટીની સરકાર મળીને નિર્ણય કરે છે.અમે જીએસટીમાં ઘણાં સુધારા કર્યા છે. વેપારીઓનું સુખદુઃખ સમજવા પ્રયાસ કર્યો છે. જીએસટી કાઉન્સિલમાં 3 મહિના પછી રિવ્યુ કરીને 10 દિવસ પહેલા સુધારા કરાયા છે.દેશમાં જીએસટીમાં લાખો વેપારીઓ જોડાઈ રહ્યા છે. અમે વેપારીઓને વિશ્વાસ આપ્યો છે જૂના ચોપડાને જોવામાં નહીં આવે.હું પોતે જીએસટી કાઉન્સિલમાં મુદ્દાઓ આપુ છું.

નોટબંધી પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે મેં ક્યાંક વાંચ્યું કે કોંગ્રેસ નોટબંધીના 8મી નવેમ્બરના દિવસે બ્લેક મની ડે મનાવવાની છે.એની સામે અમે બ્લેક મની મુક્તિ ડે મનાવવાના છીએ. નોટબંધીથી નોટબંધીના કારણે 3 લાખ કરોડ રુપિયા જેનો કોઇ હિસાબ ન હતો તેનું સરનામુ સરકારને હાથે લાગી ગયું છે. નોટબંધી પછી 2 લાખ જેટલી શેલ કંપનીઓ અમે પકડી છે. આમાંની 5 હજાર જેટલી કંપનીઓએ 8 નવેમ્બર બાદ 4 હજાર કરોડ રૂપિયા જમા કર્યા હતા.આ કંપનીઓને મોદી છોડવાના નથી.