Ahmedabad/ સાયબર માફિયાઓએ હવે કોરોના રસીના નામે ઠગવાનું કર્યું શરુ

સાયબર માફિયાઓએ હવે કોરોના રસીના નામે ઠગવાનું કર્યું શરુ

Top Stories Ahmedabad Gujarat
shiv ji 4 સાયબર માફિયાઓએ હવે કોરોના રસીના નામે ઠગવાનું કર્યું શરુ

@વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

કોરોના સામે વેક્સીનેશન કરવા માટે ડોર ટુ ડોર કોન્ટેક્ટ કરીને નામ નોંધણી કરવામાં આવી રહી છે. હવે કોરોના વેક્સીન કરવા માટે નામ નોંધણી કરાવવા ફોન આવવાના શરૂ થયા છે. ત્યારે કોરોના વેક્સીનનો ફોન આવે તો આધારકાર્ડ નંબર ન આપતા. કેમકે જો આધાર નંબર આપશો તો કોરોના નહીં પરંતુ તમારું કરન્સી બેલેન્સ ગુલ થઈ જશે.  કેવી રીતે જુઓ આ ખાસ રિપોર્ટમાં..

સાયબર માફિયાઓ દ્વારા હવે પબ્લિકને ટાર્ગેટ કરવા કોરોનાવાયરસ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસની રસી ના સર્વે દરમિયાન સાયબર માફિયા દ્વારા રસી ની નોંધણી બાબતે વ્યક્તિના આધાર નંબર માંગે છે અને ઓટીપી મેળવે છે. અને પછી શરૂ થાય છે સિલસિલો ઓનલાઇન ઠગાઈનો.

Political / ગુજરાતમાં ઓવૈસીની એન્ટ્રી, AIMIM અને BTPએ હાથ મિલાવ્યા…

ઠગ ટોળકી આધાર કાર્ડ નંબર પછી ઓટીપી મેળવી ઠગાઇ કરી શકે છે. હાલ અત્યાર સુધી તો કોરોના વેક્સીનેશન રજિસ્ટ્રેશન નામે ચિટીંગ થયાનો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો નથી, પરંતુ આ પ્રકારે ઇ- ચિટીંગ થઈ શકે છે..જેથી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે જનતાને અપીલ કરી છે કે કોરોના વેકસીનેશનનું રજિસ્ટ્રેશન ફોન પર કરાતું નહિ.  એટલે આવા ફોન આવે ત્યારે તમારી બેન્કિંગ,આધારકાર્ડ કે અન્ય વિગતો ન આપવી હિતાવત છે.

Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….

અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…