સુરત/ કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા ઉલટીથી હાહાકાર, 6 લોકોના મોત

કામરેજ ના કઠોર ગામે વિવેક નગર કોલોની જે આદિવાસી વિસ્તાર છે. ત્યાં ગઈકાલ થી ઝાડા તેમજ ઉલટી ના  ૬૦ થી વધુ કેશો સામે આવ્યા છે. તમામ લોકો ને કઠોર રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ માં દાખલ  કરવામાં આવ્યા છે

Top Stories Gujarat Trending
rupani 15 કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા ઉલટીથી હાહાકાર, 6 લોકોના મોત

૫ જેટલા વયસ્ક અને એક બાળકનું મોત

પીવાનું અને ગટર નું પાણી મિક્ષ થતા ઘટના બની હોવાની આશંકા

SMCની ડ્રેનેજ વિભાગ અને આરોગ્ય વિભાગ ની મોટી ટીમ ઘટના સ્થળે પહોચી 

કામરેજ ના કઠોર ગામે વિવેક નગર કોલોની જે આદિવાસી વિસ્તાર છે. ત્યાં ગઈકાલ થી ઝાડા તેમજ ઉલટી ના  ૬૦ થી વધુ કેશો સામે આવ્યા છે. તમામ લોકો ને કઠોર રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ માં દાખલ  કરવામાં આવ્યા છે. કુલ ૬ જેટલા લોકો ને મોત થઇ ચુક્યા છે. જે પેકી ૫ લોકો વયસ્ક છે. અને એક બાળક નું મોત થયું છે. ઘટના ને લઇ સમગ્ર વિસ્તાર માં ભારે હડકંપ મચી ગયો હતો. પીવાના પાણી ની લાઈન અને ગટર ની લાઈન મિક્ષ થતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જો કે સ્થાનિકો ધ્વારા વારંવાર ગટર સાફ સફાઈ મુદ્દે  SMCમાં ફરિયાદ પણ કરવામા આવી હતી પરંતુ જ્યારથી ગામનું SMCમાં સમાવેશ થયો છે ત્યાર થી ગામ જાણે અનાથ બની ગયું હોઈ એમ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

rupani 13 કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા ઉલટીથી હાહાકાર, 6 લોકોના મોત

જોકે કઠોર ગામે બનેલી ગંભીર ઘટના ને લઇ એસ એમ સી દોડતું થયું હતું અને વહેલી સવાર થી જ SMC ના ડ્રેનેજ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની ટીમે કઠોર ગામે વિવેક નગર કોલોનીમાં ધામા નાખ્યા હતા અને ગામ ની તમામ અંદર ગ્રાઉન્ડ ગટરો તેમજ પાણીની પાઈપ લાઈનમાં સાફસફાઈ હાથ ધરી હતી. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘરોમાં ક્લોરીનની ટેબ્લેટ તેમજ ORS  પાવડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

rupani 14 કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા ઉલટીથી હાહાકાર, 6 લોકોના મોત

SMC સી ની ટીમ દ્વારા તમામ ઘરોમાંથી પાણીના સેમ્પલ લઇ પાણીનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોલોનીની તમામ પાણીની લાઈનો બંધ કરી ગામને ટેન્કર દ્વારા પાણી પહોચાડવાનું શરુ કરવામાં આવ્યું હતું . ઘટના ને પગલે SMCના ડેકમિશ્નર પણ ઘટના સ્થળે પહોચ્યા હતા .