Ahmedabad/ પકોડી ખાધા બાદ પૈસાને લઈને થઇ તકરાર, પછી થયું આવું….

ખોખરા વિસ્તારમાં વિશાલ ગોવિંદભાઇ પવાર રહે છે. ગઇકાલે વિશાલ તેના મિત્ર રાહુલ ઉર્ફે ગુલ્લુ સાથે પકોડી ખાવા હાટકેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઉભેલી લારી પાસે ગયા હતા. તેમણે નંદકિશોર કુશ્વાહ નામના પકોડીવાળાને ત્યાં પકોડી ખાધી હતી.

Ahmedabad Gujarat
a 427 પકોડી ખાધા બાદ પૈસાને લઈને થઇ તકરાર, પછી થયું આવું....

અમદાવાદ શહેરમાં દિનપ્રતિ દિન ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. અહીં નજીવી બાબતે લોકો એકબીજાની હત્યા કરવા પર ઉતરી આવે છે. એવામાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે. જેમાં નજીવ પકોડી ખાધા બાદ પૈસાની તકરાર થતા યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના ખોખરા વિસ્તારમાં પકોડી ખાધા બાદ પૈસાની તકરાર થઇ અને આ તકરાર જોતજોતામાં ઝઘદમ ફેરવાઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ યુવક ત્યાંથી નિકળી ગયો હતો. જો કે, પકોડીવાળાનું ઉપરાંણુ લઇ ત્રણ વ્યક્તિઓએ યુવકને ધમકી પણ આપી હતી. જે બાદ રાત્રે તેઓ યુવકના ત્યાં પહોંચી ગયા હતા. તેમણે યુવક પર તલવાર સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. જેથી યુવકને લોહીલુહાણ હાલતમાં એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે યુવકે પકોડીવાળા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ખોખરા વિસ્તારમાં વિશાલ ગોવિંદભાઇ પવાર રહે છે. ગઇકાલે વિશાલ તેના મિત્ર રાહુલ ઉર્ફે ગુલ્લુ સાથે પકોડી ખાવા હાટકેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઉભેલી લારી પાસે ગયા હતા. તેમણે નંદકિશોર કુશ્વાહ નામના પકોડીવાળાને ત્યાં પકોડી ખાધી હતી. ત્યારબાદ પૈસા આપવામાં બોલચાલ થઇ હતી. ત્યારે ત્યાં હાજર રાજેશ અને અર્જુન મારવાડી આવ્યા હતા અને પકોડીવાળાનું ઉપરાણું લઇ બોલચાલ કરવા લાગ્યા હતા. આ દરમિયાન પકોડીવાળા નંદકિશોરે વિશાલને ફટકાર્યો હતો. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ વિશાલ અને તેનો મિત્ર ત્યાંથી નિકળી ગયા હતા.

આ દરમિયાન સાંજે શશાંક તિવારી નામના યુવકનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તને બહુ ચરબી ચઢી ગઇ છે કેમ પકોડીવાળા સાથે ઝઘડો કરો છો” આટલુ કહી બિભત્સ ગાળો આપી હતી. જો કે, રાત્રે શશાંક, રાજેશ અને અર્જુન મારવાડી વિશાલ પાસે આવ્યા હતા અને તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી વિશાલને લોહી નિકળવા લાગ્યું હતું. આ દરમિયાન શશાંકના મિત્રોએ દંડા સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં વિશાલને એલ.જી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે વિશાલે પકોડીવાળા નંદકિશોર, રાકેશ, અર્જુન મારવાડી અને શશાંક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…