Gujarat/ 8 જિલ્લાનાં 197 ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેન 2023 સુધીમાં થઇ શકે છે શરૂ

મોદી સરકાર અને ખાસ કરીને કહી શકાય કે, PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની રફતારમાં હાલ સારો એવો વધારો જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે 2023 સુધીમા અમદાવાદથી

Gujarat Others
AS20170913001766 comm 8 જિલ્લાનાં 197 ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેન 2023 સુધીમાં થઇ શકે છે શરૂ

મોદી સરકાર અને ખાસ કરીને કહી શકાય કે, PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની રફતારમાં હાલ સારો એવો વધારો જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે 2023 સુધીમા અમદાવાદથી વાપી સુધીમાં બુલેટ ટ્રેન દોડાવવાની વિચારણા ચાલી રહી છે અને અમલિકરણનાં ઓરતા પણ ચોક્કસ છે. PM મોદી ખુદ હમેંશા કહેતા આવ્યા છે કે, મારી સરકાર બીજી સરકારો જેવી નથી, ખાદ્ય મુહરત પણ અમે જ કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ કામ લાંબા સમયથી ચાલી જ રહ્યું છે અનેે પૂર્વે અનેક મુશ્કેલીમાંથી પસાર પણ થઇ ચૂક્યુ છે.

  • અમદાવાદથી વાપી સુધી બુલેટ ટ્રેન દોડાવવાની વિચારણા
  • અમદાવાદથી વાપીનું અંતર રહેશે માત્ર સવા કલાક
  • 2023 સુધીમાં મુંબઈ સુધી દોડતી થયે બુલેટ ટ્રેન

201809191240250173 1000 farmers protest against Mumbai Ahmedabad bullet train SECVPF 8 જિલ્લાનાં 197 ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેન 2023 સુધીમાં થઇ શકે છે શરૂ

મોદી સરકારના ડ્રિમ પ્રોજેક્ટ હવે પૂરપાટ ઝડપે દોડવાની તૈયારીમા છે.અને સૌપ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી વાપી સુધી દોડાવવાની વિચારણા ચાલી રહી છે, એ જોતાં લાગે છે કે 2023 સુધીમાં ટ્રેન શરૂ થઈ જશે. ત્યારે અમદાવાદથી વાપીનું અંતર માત્ર સવા કલાક સુધીમાં કાપશે. આ ઉપરાંત સૌપ્રથમ અમદાવાદથી વાપી સુધીના રેલવે-ટ્રેકનું કામ પૂર્ણ થતાં ટ્રેન શરૂ કરી દેવામાં આવશે. ત્યાર બાદ મહારાષ્ટ્રના વિસ્તારનું કામ શરૂ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

  • આઠ જિલ્લાનાં 197 ગામમાંથી બુલેટ ટ્રેન થશે પસાર
  • આઠ સ્થળે અદ્યતન સ્ટેશન બનાવવામાં આવશે

thumb 120218032047 1 8 જિલ્લાનાં 197 ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેન 2023 સુધીમાં થઇ શકે છે શરૂ

ગુજરાતના આઠ જિલ્લાનાં 197 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. આઠ સ્થળે અદ્યતન સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનના કુલ 508.17 કિલોમીટરના કોરિડોરમાંથી 155.76 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે, જ્યારે ગુજરાતમાં 248.04 કિલોમીટર અને દાદરા અને નગરહવેલીમાં 4.3 કિલોમીટરનો કોરિડોર છે.અમદાવાદથી મુંબઇ સુધીનો રેલવે-ટ્રેક તૈયાર થશે ત્યારે આ બુલેટ ટ્રેન માત્ર બે કલાકમાં મુંબઇ પહોંચાડશે. આ ટ્રેનનું અંતર 508 કિલોમીટરનું છે. આ પ્રોજેક્ટમાં ખર્ચનો મોટો ભાગ જાપાન સરકારનો છે. 1.08 લાખ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન થઇ ચૂકી છે

  • જાપાને આપી 0.1 ટકાના વ્યાજે લોન
  • જાપાને 79,000 કરોડ રૂપિયાની લોન આપી

54cfbba159a7a bullet trains 1 0908 8 જિલ્લાનાં 197 ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેન 2023 સુધીમાં થઇ શકે છે શરૂ

અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જાપાન સરકારે 0.1 ટકાના વ્યાજ દરે 79000 કરોડ રૂપિયાની લોન આપી છે. આ લોનની સંપૂર્ણ અવધિ 50 વર્ષની રાખવામાં આવી છે અને મોરેટોરિયમ પિરિયડ 15 વર્ષનો રહેશે. આ પ્રોજેક્ટમાં જમીન સંપાદનની પ્રક્રિયા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના ટ્રેક માટે 298 ગામની 1434 હેક્ટર જમીન સંપાદન કરવાની થતી હતી, જે કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. મહારાષ્ટ્રમાં 104 ગામની 350 હેક્ટર જેટલી જમીન સંપાદન કરવાની થાય છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…