વડોદરા/ ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આધાર બની ટેકનોલોજી : નિવૃત મહિલાએ એવી અપીલ કરી કે વિદેશીઓ થયા ક્રેઝી

ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે કોઈ વ્યક્તિ જ્યારે નિર્ધાર કરી લે છે ત્યારે એ ક્યાં સુધી પહોંચી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ કોકીલાબેન ચોકસી છે

Gujarat Vadodara Trending
વડોદરા

વડોદરાના રિટાયર્ડ શિક્ષિકા દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતી સાહિત્ય ફોર્મ નામના ડિજિટલ માધ્યમથી દેશ વિદેશના 1500 જેટલા સભ્યો બનાવીને ભાષા માટેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સમાજમાં વધી રહેલા વિદેશી ભાષાઓના આકર્ષણને લઈને આજનો યુવા માતૃભાષાથી દૂર ખસી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે તેવામાં માતૃભાષા સિવાયની ભાષાઓ શીખવી ઉજ્જવળ ભવિષ્ય માટે આવશ્યક છે ત્યારે મૂળ ભાષાનું અસ્તિત્વ જોખમાઈ નહિ તેવા સુઆશ્રય સાથે વડોદરાનાં  રિટાયર્ડ શિક્ષિકા કોકીલાબેન ચોકસીએ બે વર્ષ પહેલાં વર્ષ 2020માં કોરોનાના સંક્રમણ દરમિયાન લોકડાઉનમાં પોતાના જ વિદેશમાં વસતા દીકરાના વિચાર સાથે સંમતિ દર્શાવી અને ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટેનું બીડું જડપ્યું હતું.

રિટાયર્ડ થયેલી મહિલાને લોકડાઉનનાં સમયને કોઈ કામ અર્થે કોઈને મળવા માટેની વાત તો અશક્ય હતી. સાથે સાથે ઘરની બહાર નીકળવું પણ સરકારના નિયમોના ઉલ્લંઘન સમાન હતું અને એવા સમયે ભાષાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો?  એક સૌથી મોટો સવાલ હતો. તેવામાં ડિજિટલ માધ્યમ એ ભાષાના પ્રચાર પ્રસાર માટેનું બિલકુલ યોગ્ય માધ્યમ બનશે એવા વિચાર સાથે કોકીલાબેન ચોકસી અને તેમની દીકરી રિન્કી ચોક્સીએ સાથે મળીને ગુજરાતી સાહિત્ય ફોર્મ નામનું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું.   મૂળ સાહિત્યનો જીવ હોવાથી કોકીલાબેનને પોતાની જ માતૃભાષાને લોકો સુધી પહોંચાડવા માટેનો હકારાત્મક અભિગમતો હતો પરંતુ તેમના દીકરી રીન્કી ચોકસીએ પણ રિટાયર્ડ માતાની આ વાતમાં સહભાગી થવાનો નિર્ણય લીધો અને સમગ્ર વિષયને ટેકનિકલ બાબતોમાં સફળ બનાવવા માટે તેમની સાથે કદમથી કદમ મિલાવ્યા.

વડોદરા

અલગ અલગ વિષયો સાથે અલગ અલગ ગુજરાતી ભાષાના નિષ્ણાંત વક્તાઓને પોતાના આ પ્લેટફોર્મ ઉપર બોલાવી દેશ-વિદેશ સુધી ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર અને લોકોના મનમાં રહેલા પ્રશ્નોનું નિવારણ લાવવા માટેનો અભિગમ ધીમે ધીમે શરૂ થયો અને આજે 110 જેટલા એપિસોડ સુધી પહોંચવામાં સફળ થયો.   મહત્વનું છે કે કોઈ એક વ્યક્તિના નિર્ણય અને નિશ્ચયને સફળ બનાવવા માટે સમાજની જાગૃત પ્રતિભાઓ પણ સાથે જોડાય તે આવશ્યક હતું તેવામાં ગુજરાતી ભાષા ના જાણકાર અને ભાષા માટે સજાગતાથી પ્રેમ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પણ કોકીલાબેન ચોકસી સાથે જોડાયા, ગુજરાતી ભાષા માટે રાજ્યના ગૌરવંતી અને ખ્યાતનામ વક્તાઓ જેવા કે ભાગ્યેશ જંહા, કૃષ્ણકાંત ઉનડકટ,શરીફા વિજળીવાળા,શ્યામલ અને સૌમીલ મુન્શી,આશિત દેસાઇ વગેરે પણ દેશ વિદેશના શ્રોતાઓ માટે ગુજરાતી ભાષાના અલગ અલગ વિષય સુધી સાથે મળતા રહ્યા.

ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે કોઈ વ્યક્તિ જ્યારે નિર્ધાર કરી લે છે ત્યારે એ ક્યાં સુધી પહોંચી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ કોકીલાબેન ચોકસી છે મહત્વનું છે કે બે વર્ષ પહેલા કરેલા ગુજરાતી ભાષાના પ્રચારના નિર્ધારને તેઓ આગળ લાવવામાં સફળ રહ્યા છે અને સાથે સાથે 1500 જેટલા સભ્યો બનાવવામાં તેમને સફળતા મળી છે.

આ પણ વાંચો : બોટાદમાં દારૂ બનાવવામાં મિથનોલનો ઉપયોગ! લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 24ના મોત…