મોરબી પુલ હોનારત/ કામચલાઉ કામગીરી કરીને બ્રિજ ખુલ્લો મૂકાયો હતો,રિપેરીંગ માટે નવો સામાન પણ ખરીદ્યો નહતો, ઓરેવા કંપનીનો પત્ર સામે આવતા ખળભળાટ

ગુજરાતના મોરબીમાં થયેલ દુર્ઘટના મામલે અનેક સવાલો ઉભા થયા છે. રિનોવેશન કરનાર ઓરેવા કંપની પર પણ વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે

Top Stories Gujarat
6 1 કામચલાઉ કામગીરી કરીને બ્રિજ ખુલ્લો મૂકાયો હતો,રિપેરીંગ માટે નવો સામાન પણ ખરીદ્યો નહતો, ઓરેવા કંપનીનો પત્ર સામે આવતા ખળભળાટ

ગુજરાતના મોરબીમાં થયેલ દુર્ઘટના મામલે અનેક સવાલો ઉભા થયા છે. રિનોવેશન કરનાર ઓરેવા કંપની પર પણ વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે. હવે તે આક્ષેપો વચ્ચે ઓરેવા કંપનીનો એક પત્ર સામે આવ્યો છે જે મોરબીના કલેક્ટરને લખવામાં આવ્યો હતો. તે પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઓરેવા કંપનીને બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો બ્રિજનું સંપૂર્ણ સમારકામ શક્ય નહીં બને.આ પત્રથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે  ઓરેવા કંપનીને બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો પુલનું રીપેરિંગ નહીં થઈ શકે. ઓરેવા કંપની તરફથી બે વર્ષ પહેલા 20 ઓગસ્ટ 2022ના રોજ મોરબીના કલેક્ટરને આ પત્ર લખવામાં આવ્યો હતો.

5 1 કામચલાઉ કામગીરી કરીને બ્રિજ ખુલ્લો મૂકાયો હતો,રિપેરીંગ માટે નવો સામાન પણ ખરીદ્યો નહતો, ઓરેવા કંપનીનો પત્ર સામે આવતા ખળભળાટ

શું કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળવાના કારણે ઓરેવાએ પોતાનું કામ યોગ્ય રીતે નથી કર્યું? જે પ્રકારના મટીરિયલનો ઉપયોગ થવાનો હતો, રીપેરિંગમાં જે વસ્તુઓની જરૂર હતી, શું તેને નજરઅંદાજ કરવામાં આવી? જે પત્ર સામે આવ્યો છે, તે મોરબીના કલેક્ટરથી લઈને ઓરેવા કંપની સુધી બધાને શંકાના સ્થાને મૂકે છે.

ઓરેવા કંપની મોરબીના કલેકટરને મળી હતી. તે બેઠકમાં પણ આ જ સસ્પેન્શન બ્રિજ ડીલ પર મંથન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ કલેક્ટરને આ પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં કલેક્ટર કંપનીને કાયમી કોન્ટ્રાક્ટ ન આપતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબી અકસ્માતની વાત કરીએ તો આમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો ઘાયલ પણ છે જેમની મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેમના વતી સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાદમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં પીએમે અકસ્માતની વિગતવાર તપાસના આદેશ આપ્યા હતા.