Not Set/ ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની રુહી, આ રીતે થયો બાળકીનો અદભૂત બચાવ

કહેવત છે ને કે મારવા વાળા હજાર હોય પણ બચાવવા વાળો એક છે આ જ કહેવતને સાચી પાડતો કિસ્સો તાજેતરમાં નવસારીમાં બન્યો હતો.

Gujarat Others
A 244 ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની રુહી, આ રીતે થયો બાળકીનો અદભૂત બચાવ

કહેવત છે ને કે મારવા વાળા હજાર હોય પણ બચાવવા વાળો એક છે આ જ કહેવતને સાચી પાડતો કિસ્સો તાજેતરમાં નવસારીમાં બન્યો હતો. અહીં એક પરિવાર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન તેમના બે વર્ષની પુત્રી ટ્રેનની ઇમરજન્સી બારીમાંથી નીચે પટકાઈ હતી. પરિવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જોકે, રેલવે પોલીસમાં ફરજ બજાવતા જવાને બાળકીને પાટા ઉપર ચાલીને શોધી કાઢી હતી. નીચે પટકાવાથી બાળકીને ઈજાઓ પહોંચી હતી. જોકે તેનો જીવ બચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર,ભીલાડનો એક પરિવાર મુંબઈથી મધ્ય પ્રદેશ જવા રવાના થયો હતો. મહેશ હેંચાનો પરિવાર તેમની બે વર્ષની દીકરી સાથે અવંતિકા એક્સપ્રેસમાં સવાર થઈને દેવાસ પહોંચવાનો હતો. ત્યારે રાતના સમયે અવંતિકા એક્સપ્રેસ અમલસાડ સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પરિવાર સાથે દુખદ ઘટના બની હતી. પરિવાર સાથે બે વર્ષની દીકરી રુહી હતી. જે અમલસાડ સ્ટેશન પાસે અચાનક ઈમરજન્સી બારીમાંથી નીચે પડી ગઈ હતી. રુહી નીચે પડી ત્યારે ટ્રેન રવાના થઈ ગઈ હતી.

006d511c 792b 4166 9289 58f1b9601e15 ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની રુહી, આ રીતે થયો બાળકીનો અદભૂત બચાવ

આ પણ વાંચો : હોળી-ધૂળેટીના તહેવારોમાં વીરપુરનું જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે 27મીથી ચાર દિવસ રહેશે બંધ

પરિવારને રુહી ગાયબ થયાની જાણ થતાં જ ચેન પુલિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં ટ્રેન અમલસાડ સ્ટેશન ખાતે ઊભી રહી હતી. જે બાદમાં બનાવ અંગેની જાણ અમલસાડ સ્ટેશન માસ્તરને કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચિમોડીયા નાકા થી થોડે દુર આવેલ નાળા પાસે બાળકીનો રડવાનો અવાજ આવતા તેને શોધી કાઢી તેના માથામાં હાથમાં ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તુરંત કાળજીપૂર્વક તેને હોસ્પિટલ સારવાર માટે મોકલી હતી.

તપાસ દરમિયાન ચિમોડીયા નાકા થી થોડે દુર આવેલ નાળા પાસે બાળકીનો રડવાનો અવાજ આવતા તેને શોધી કાઢી તેના માથામાં હાથમાં ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તુરંત કાળજીપૂર્વક તેને હોસ્પિટલ સારવાર માટે મોકલી હતી.

 બાળકીનો રડવાનો અવાજ સંભળાયો: શેલૈષ પરમાર અને અન્ય ટીમ જ્યારે બાળકીની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે બીલીમોરા નજીક તલોધ ગરનાળા પાસે બાળકી રડી રહી હોવાનો અવાજ સંભળાયો હતો. જે બાદમાં પોલીસનો સ્ટાફ અવાજ તરફ દોડી ગયો હતો. તપાસ કરતા બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં પડી હતી. જે બાદમાં તેણીને તાત્કાલિક સારવાર માટે બીલીમોરા ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : આરોપીનું એમ્બ્યુલન્સમાંથી કૂદતાં મોત, કોરોના પોઝિટીવ હતો આરોપી

હૉસ્પિટલ ખાતે સારવાર બાદ ડૉક્ટરોએ બાળકીને ભયમુક્ત જાહેર કરી છે. રેલવે પોલીસના જવાન શેલૈષ પટેલની કાબિલે દાદ ત્વરિત કામગીરીને પગલે બાળકી હેમખેમ મળી આવી હતી. જો, બાળકીને શોધવામાં મોડું થયું હોત તો ઈજાને કારણે તેની હાલત ગંબીર બની જાત અથવા શ્વાન કે અન્ય કોઈ પ્રાણીઓ તેણીને નુકસાન પહોંચાડી શકતા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં કેસ વધતા તંત્રનો મોટો નિર્ણય, હવેથી મહારાષ્ટ્રથી આવનારા લોકોનો થશે RT-PCR ટેસ્ટ