અમદાવાદ/ સિવિલમાં કોરોનાનો આંતક, 12 ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઝપટમાં

રાજ્યમાં કોરોનાએ એકવાર ફરી ભયાનક સ્વરૂપ ધારણ કરી દીધુ છે. સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
1 26 સિવિલમાં કોરોનાનો આંતક, 12 ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઝપટમાં
  • સિવિલ માં કોરોના નો આંતક..
  • 12 ડોકટરો અને મેડિકલ સ્ટાફ ઝપેટમાં..
  • કોરોના માં દર્દીઓની સારવાર કરતા થયા સંક્રમિત..
  • હાલ તમામ લોકો આઇસોલેશનમાં રાખવામાં આવ્યા…

રાજ્યમાં કોરોનાએ એકવાર ફરી ભયાનક સ્વરૂપ ધારણ કરી દીધુ છે. સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા ચૂંટણી અને તે પછી જનતાનું કોરોનાવાયરસને લઇને સામાન્ય સમજી લેવુ આજે આ પરિસ્થિતિનું મુખ્ય કારણ હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએે કે, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદનાં સિવિલ હોસ્પિટલ ખાતેે કોરોના બ્લાસ્ટ થયો છે.

1 27 સિવિલમાં કોરોનાનો આંતક, 12 ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઝપટમાં

સાવધાન! / હવે જો માસ્ક વિના બહાર નીકળ્યા છો આવી બન્યું સમજજો, પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ

અમદાવાદમાં સતત વધતા કોરોના સંકટને લઈને તંત્ર તો હરકતમાં આવી જ ગયુ છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા જેે પરિસ્થિતિ હતી તેનાથી વિપરીત આજે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં 12 ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ હવે કોરોનાની ઝપટમાં આવી ગયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, કોરોનાવાયરસથી પીડિત દર્દીઓની સારવાર કરતા આ ડોક્ટરો કોરોના સંક્રમિત થયા હતા. હાલ તમામ લોકો આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

1 28 સિવિલમાં કોરોનાનો આંતક, 12 ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઝપટમાં

ઢનટણન…! / સચિન વાઝેના જોઈન્ટ બેંક એકાઉન્ટમાંથી તેની ધરપકડ બાદ 26.50 લાખ ઉપાડવામાં આવ્યા,NIA ની કસ્ટડી 7મી સુધી લંબાવાઈ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં 2815 નવા કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,15,563 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં આ દરમિયાન 13 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં શનિવારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2063 છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,96,713 પહોંચી ગઇ છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,298 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ