ગુજરાત ચૂંટણી 2022/ જીતુ વાઘાણીનો ધડાકોઃ બળવાખોરોને પક્ષમાં સ્થાન નહીં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપે ટિકિટોમાં અખતરો કર્યો ત્યારે તેને બળવાની અપેક્ષા હતી. આમ થયું પણ છે. ભાજપે અનેક જૂના જોગીઓને કાપી નાખ્યા હતા. તેમાથી કેટલાક લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.આને લઈને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહીસાગર જિલ્લામાં મોટો વિસ્ફોટ કરતા જણાવ્યું હતું કે અપક્ષ લડનારા ભાજપના આ બળવાખોરોને ભાજપમાં સ્થાન નહી મળે.

Gujarat
જીતુ વાઘાણી જીતુ વાઘાણીનો ધડાકોઃ બળવાખોરોને પક્ષમાં સ્થાન નહીં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપે ટિકિટોમાં અખતરો કર્યો ત્યારે તેને બળવાની અપેક્ષા હતી. આમ થયું પણ છે. ભાજપે અનેક જૂના જોગીઓને કાપી નાખ્યા હતા. તેમાથી કેટલાક લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આને લઈને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહીસાગર જિલ્લામાં મોટો વિસ્ફોટ કરતા જણાવ્યું હતું કે અપક્ષ લડનારા ભાજપના આ બળવાખોરોને ભાજપમાં સ્થાન નહી મળે.

ભાજપે 19 બળવાખોરોને સસ્પેન્ડ કર્યા છે. જીતુ વાઘાણીના નિવેદનના લીધે રાજકીય ચર્ચા તેજ થઈ ગઈ છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ આ વખતની તેની મજબૂત સ્થિતિનો ફાયદો ઉઠાવીને બળવાખોર અને કેટલાય જૂના જોગીઓને ઘરભેગા કરી દેવા માંગે તેમ છે. બીજી બાજુએ તેની સાથે બીજા ઉમેદવારોને પણ તે સંદેશો આપવા માંગે છે કે પક્ષથી મોટું કોઈ નથી.

ભાજપમાંથી પાદરાના દિનેશ પટેલ અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ સહિતના દબંગો ભાજપની સામે ચૂંટણી લડી રહ્યા છે. પક્ષ સામે જઈ અપક્ષ ઉમેદવારી કરનારા મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને તો ભાજપે સસ્પેન્ડ કર્યા છે. પક્ષપ્રમુખ સીઆર પાટિલે પણ બળવો કરનારાઓને બરખાસ્ત કરવાની ચીમકી આપી હતી. આ પહેલા પણ સાત જેટલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યાર સુધીમાં 19ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સસ્પેન્ડ થયેલા લોકો અપક્ષમાંથી લડે છે અને ચૂંટણી જીતા જાય તો તે કોને ટેકો આપશે તેની તો આઠમી તારીખ પછી જ ખબર પડશે પણ જીતુ વાઘાણીના નિવેદને પક્ષનો મિજાજ સ્પષ્ટ કરી દીધો છે.

જીતુ વાઘાણીનું નિવેદન પહેલા તબક્કાની ચૂંટણી પછી આવ્યું છે તે દર્શાવે છે કે ભાજપને 60 ટકાથી ઉપર મતદાન થવાના પગલે પોતાના વિજયનો વિશ્વાસ બેઠો છે. વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 4,100 ઉમેદવારોએ ટિકિટની માંગ કરી હતી. આ બધા ચૂંટણી લડવા સક્ષમ છે. આ જ પ્રકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી વખતે 9000 બેઠકો માટે બે લાખ લોકોએ ટિકિટ માંગી હતી. જ્યારે બાકીના કાર્યકરોએ નિસ્વાર્થભાવે પક્ષની ફરજ બજાવી હતી.

મધુ શ્રીવાસ્તવ, દિનેશ પટેલ તેમજ ધવલસિંહ ઝાલાની બળવાખોરીને લઈને પાટીલે ચેતવણી આપતા કહ્યું હતું કે હજી પણ નિર્ણય બદલવાનો સમય છે. જો તેઓ પીછેહઠ નહી કરે તો પાર્ટી તેમની સામે પગલા ભરશે અને તેમને બરખાસ્ત કરાશે. પછી 19 બળવાખોરોને બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

ભાજપે 75થી વધુ વયના ઉમેદવારનો ટિકિટ ન આપવાનો નિયમ એક જ ઉમેદવાર 76 વર્ષના યોગેશ પટેલ માટે તોડ્યો હતો. મહિલા મતદારોના મત મેળવવા માટે ભાજપે 14 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો

વેજલપુર વિધાનસભા બેઠક પર કોણ કરશે કબજો, શું જીતનું પુનરાવર્તન કરી શકશે ભાજપ