Not Set/ દલિત છોકરીને પાણી ભરવા જવા માટે રોકી, ૬ લોકોને થઇ સજા

રાજકોટ રાજકોટની એક સ્પેશીયલ કોર્ટે ઉના નિવાસી એક દલિત છોકરીને ગામડામાં કુવામાંથી પાણી ભરવા જવાના મામલે ૬ લોકોને દોષી કરાર કર્યા છે. એમાં એક મહિલાને અઢી વર્ષની અને બાકીના પાંચ દોષીઓને એક વર્ષની સજા સંભળાવામાં આવી છે. આ કેસ ૨૦૧૦નો છે. આરોપ હતો કે છોકરીને પાણી ભરવા જવા દેવા માટે રોકવામાં આવી હતી અને ટોર્ચર […]

Top Stories Gujarat Rajkot Trending
girl in the sun by deviate art દલિત છોકરીને પાણી ભરવા જવા માટે રોકી, ૬ લોકોને થઇ સજા

રાજકોટ

રાજકોટની એક સ્પેશીયલ કોર્ટે ઉના નિવાસી એક દલિત છોકરીને ગામડામાં કુવામાંથી પાણી ભરવા જવાના મામલે ૬ લોકોને દોષી કરાર કર્યા છે. એમાં એક મહિલાને અઢી વર્ષની અને બાકીના પાંચ દોષીઓને એક વર્ષની સજા સંભળાવામાં આવી છે. આ કેસ ૨૦૧૦નો છે. આરોપ હતો કે છોકરીને પાણી ભરવા જવા દેવા માટે રોકવામાં આવી હતી અને ટોર્ચર પણ કરવામાં આવી હતી. સજા સિવાય બધા દોષી લોકોએ ૧૦ હજાર રૂપિયા દંડ પણ ભરવાનો છે.

મામલો ગીર સોમનાથ જિલાના કોડીનાર તાલુકાના સુગાળા ગામડાની ૧૯ વર્ષની છોકરીને ગામના જ અમુક લોકો દ્વારા પાણી ભરવા જવા માટે રોકવામાં આવી હતી અને દબાવામાં આવી હતી. આ કેસમાં દોષી કરાર થયેલા બધા લોકો રાજપૂત સમુદાયના છે.

આવા મામલે પહેલી વાર દોષી સાબિત થનારને સામાન્ય રીતે કોર્ટ દ્વારા માફ કરી દેવામાં આવે છે પણ આ મામલાની સુનવણી કરી રહેલા જસ્ટીસ એસ એલ ઠાકુરે દોષીઓને છોડ્યા નહી. ૨૫ નવેમ્બર ૨૦૧૦ના સાધના મનુભાઈ વાજા ગામના કુવે પાણી ભરવા ગઈ અને મુખ્ય આરોપી ગીતા ધીરુભાઈ ખાસિયાએ એને રોકીને ગાળો દેતા કહ્યું કે ,‘ જો તું અહિયાથી પાણી ભરીશ તો એ અશુદ્ધ થઇ જશે, પહેલા મને પાણી ભરી લેવા દે.તમારા લોકોના મગજમાં ડર બેસાડવાની જરૂર છે.’

જયારે સાધનાએ આનો વિરોધ કર્યો તો ગીતા સાથે આવેલા અમુક લોકોએ સાધનાના વાળ પકડ્યા અને જમીન પર પાડી. ઘટના બાદ સાધનાએ કોડીનાર પોલીસ સ્ટેશને એફઆઈઆર લખવી હતી. ૨૧ જુલાઈના સ્પેશીયલ કોર્ટે ગીતા અને એના સાથેના લોકોને આરોપી માન્યા અને સજા આપી.