Not Set/ જાણો ઈન્ક્મ ટેક્સના પાંચ મહત્વના સ્ત્રોતો

  ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રોસેસ આગામી 31 જુલાઈના રોજ સમાપ્ત થઇ જશે. ત્યાર બાદ 10 હજાર સુધીની એક્સ્ટ્રા ફાઈન ભરવી પડી શકે છે. એટલા માટે જરૂરી છે કે સમય પર ટેક્સ ભરી અને પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી લેવું. તો આવો જાણીએ ટેક્સના ક્યાં-ક્યાં મહત્વના પાંચ સ્ત્રોતો છે. ઈન્ક્મ ફ્રોમ સેલેરીઝ:- ઈન્ક્મ ફ્રોમ સેલેરીઝ […]

Top Stories India Business
Service tax Google AdSense 1 જાણો ઈન્ક્મ ટેક્સના પાંચ મહત્વના સ્ત્રોતો

 

ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રોસેસ આગામી 31 જુલાઈના રોજ સમાપ્ત થઇ જશે. ત્યાર બાદ 10 હજાર સુધીની એક્સ્ટ્રા ફાઈન ભરવી પડી શકે છે. એટલા માટે જરૂરી છે કે સમય પર ટેક્સ ભરી અને પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી લેવું.
તો આવો જાણીએ ટેક્સના ક્યાં-ક્યાં મહત્વના પાંચ સ્ત્રોતો છે.

ઈન્ક્મ ફ્રોમ સેલેરીઝ:-

ઈન્ક્મ ફ્રોમ સેલેરીઝ એટલે કે પગારમાંથી થયેલી ટેક્સની કમાણી. જેમાં મજૂરી, એન્યુઈટી, પેંશન, ગ્રેચ્યુઈટી, કમિશન, નફો, લિવ એન્કેશમેન્ટ, એન્યુઅલ એક્રિએશન, પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવેલી રકમ અને કર્મચારીઓના પેંશન ખાતાઓમાં તમારા તરફથી આપવામાં આવેલું યોગદાન.

ઈન્ક્મ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીઝ:-

એમ્પ્લોયી જે મકાનમાં રહે છે, તેને છોડીને માલિકીના મકાનમાં અન્ય ભાડાથી થઇ રહેલી કમાણીને હાઉસ પ્રોપર્ટીથી ઈન્ક્મ માનવામાં આવે છે. જો મકાન ખાલી છે એટલે કે કોઈ ભાડુઆત નથી તો એક અનુમાનિત રકમની ઈન્ક્મમાં જોડવામાં આવે છે.

ઈન્ક્મ ફ્રોમ બિઝનેસ અને પ્રોફેશન:-

કોઈ ધંધો કે સેવા વ્યવસ્થાથી કોઈ રીતે મળેલો વ્યાજ, કંપનીના પાર્ટનરને મળેલી સેલેરી બોનસ અથવા બોનસ વગેરે ઈન્ક્મ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનથી મળતી રકમ કહેવામાં આવે છે.

ઈન્ક્મ ફ્રોમ કેપિટલ ગેન્સ:-

કેપિટલ ગેન્સથી થયેલી આવક અંતર્ગત કોઈ કેપિટલ એસ્ટેટનના વેંચાણથી પ્રાપ્ત કેપિટલ ગેન્સની રકમ આવે છે. આમ શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ, એમ બંને રીતના કેપિટલ ગેન્સનો સમાવેશ કરવામાં આવે છે.

ઈન્ક્મ ફ્રોમ અધર સોર્સીસ:-

બેન્ક ડિપોઝીટ અને સિક્યુરિટી પાર મળતા વ્યાજ, શેરો પાર મળેલું ડિવિડંટ, રોયલ્ટી ઈન્ક્મ, લોટરી અને રેસ જીતવા પાર થવા ગિફ્ટમાં મળેલી રકમને ઈન્ક્મ ફ્રોમ અનધર સોર્સીસ માનવામાં આવે છે.