આંતર રાષ્ટ્રીય પતંગ મહોસ્તવ 2020નો આજથી (મંગળવાર) અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સીએમ વિજય રૂપાણી હસ્તે પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ આજથી 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી યોજાશે.
આ મહોત્સવનાં શુભારંભ સમારંભમાં વિદેશી મહેમાનો સાથે અમદાવાદનાં લોકોએ પણ હાજરી આપી હતી. લોકો હજારોની સંખ્યામાં પતંગ તગાવવાની અને જોવાની મજા માણવા વહેલી સવારથી સાબરમતી રિવરફ્રન્ટ આવી પહોંચ્યા છે.
આ પતંગ મહોત્સવ આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, ડેનમાર્ક, ફ્રાન્સ,ન્યુઝીલેન્ડ , રશિયા સહિત 42 દેશના પતંગ બાજો ઉત્સવ માણશે. સાથે જ રાજ્ય ભરમાંથી કુલ 795 પતંગ બાજો ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમની શરૂઆતમાં સોલા ભાગવતના ઋષિ કુમારો પણ જોડાયા હતા. 200 ઋષિ કુમારો નદી કીનારે સૂર્યવંદના કરી હતી તેમની સાથે AMC સંચાલિત શાળાનાં 1500 વિદ્યાર્થીઓએ પણ સૂર્યનમસ્કાર કર્યા હતા.
ઘાચલ પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને તેઓનો જીવ બચાવી શકાય તે માટે ડૉક્ટરોની ટીમોને ખડેપગે રાખવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે પતંગ મહોત્સવમાં 45 દેશના 153 પતંગ બાજો તેમજ 12 રાજ્યો ના 115 પતંગ બાજો સ્પર્ધા માં ભાગ લેશે.સાથેજ અલગ અલગ દેશના રાજદૂતો પણ ઉપસ્થિત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.