Not Set/ દિલ્હી પોલીસે JNU હિંસા મામલે વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ સહિત 20 લોકો વિરુદ્ધ નોંધી FIR

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલા હુમલાને ધ્યાને લેતા દિલ્હી પોલીસે હવે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનનાં પ્રમુખ આઇશી ઘોષ સહિત 20 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. આ લોકો પર સિક્યુરિટી ગાર્ડ્સ પર હુમલો કરવાનો આરોપ છે. 4 જાન્યુઆરીએ સર્વર રૂમને પણ ભારે નુકસાન પહોચાડવામાં આવ્યુ હતું. જેએનયુ પ્રશાસને 5 જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. જેએનયુ પ્રશાસને […]

Top Stories India
Aisha JNU 759 દિલ્હી પોલીસે JNU હિંસા મામલે વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ સહિત 20 લોકો વિરુદ્ધ નોંધી FIR

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલા હુમલાને ધ્યાને લેતા દિલ્હી પોલીસે હવે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનનાં પ્રમુખ આઇશી ઘોષ સહિત 20 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. આ લોકો પર સિક્યુરિટી ગાર્ડ્સ પર હુમલો કરવાનો આરોપ છે. 4 જાન્યુઆરીએ સર્વર રૂમને પણ ભારે નુકસાન પહોચાડવામાં આવ્યુ હતું. જેએનયુ પ્રશાસને 5 જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. જેએનયુ પ્રશાસને 3 જાન્યુઆરીનાં મામલામાં બીજી ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ તેમા ઘોષનું નામ નથી.

આપને જણાવી દઈએ કે, રવિવારે જેએનયુમાં થયેલી હિંસા પહેલા એબીવીપી અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો હતો. બપોરે 1 વાગ્યાની આસપાસ કેટલાક માસ્ક પહેરીને આવેલા લોકોએ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં પ્રવેશ કર્યો હતો અને સર્વરને નુકસાન પહોંચાડ્યું હતુ. ડાબેરી સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ 3 જાન્યુઆરીથી સર્વર રૂમમાં કથિત રૂપે હાજર હતા. તે જ દિવસે ડાબેરીઓ અને એબીવીપીનાં વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. એબીવીપીનાં નેતાએ સર્વર રૂમમાં પ્રવેશ ન કરવા દેવા બદલ ડાબેરી વિદ્યાર્થીની સાથે મારા મારી કરી હતી.

આ પછી, આશરે 05.00 વાગ્યે જેએનયુનાં પાછળનાં ગેટથી લગભગ 50 લોકોએ એન્ટ્રી કરી હતી, જેઓ કથિત રીતે એબીવીપી સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે. તેમની પાસે લાકડીઓ, ડંડાઓ હતા. તેઓ છાત્રાલયોમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જેમાં આશરે 30 લોકો ઘાયલ થયા છે. આ હિંસામાં ઘોષને માથામાં ઈજા પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.