ગુજરાત/ સેલ્સ અને બિઝનેસ મેેનેજમેન્ટને સરળ ભાષામાં સમજાવતું પુસ્તક થયું લોન્ચ

ભણતર જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણીવાર અમુક વિષયો એવા પણ હોય છે કે જેે ખૂબ જ જટિલ સાબિત થતા હોય છે, જે મગજમાં ઉતારવા ઘણીવાર માથાનો દુખાવો સાબિત થતા હોય છે.

Gujarat Others
1 113 સેલ્સ અને બિઝનેસ મેેનેજમેન્ટને સરળ ભાષામાં સમજાવતું પુસ્તક થયું લોન્ચ

ભણતર જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણીવાર અમુક વિષયો એવા પણ હોય છે કે જેે ખૂબ જ જટિલ સાબિત થતા હોય છે, જે મગજમાં ઉતારવા ઘણીવાર માથાનો દુખાવો સાબિત થતા હોય છે. અને તેમા પણ જો બિઝનેસ મેનજમેન્ટ કે સેલ્સ જેવા વિષયો હોય તો શું કહેવુ.

1 114 સેલ્સ અને બિઝનેસ મેેનેજમેન્ટને સરળ ભાષામાં સમજાવતું પુસ્તક થયું લોન્ચ

પરંતુ હવે ચિંતા ન કરશો તમારી આ ચિંતાને દૂર કરતુ પુસ્તક આવી ગયુ છે. જી હા, ‘મુકુંદ પુરોહિત’ કે જેઓ કેનેડા સ્થાયી થયેલા છે, જેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં જ વિદ્યાર્થી છે. તેમણે તેમના 20 વર્ષનાં બહોળા અનુભવને પુસ્તકનું સ્વરૂપ આપી જટિલ વિષયોને સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપને જણાવી દઇએ કે, બિઝનેસ મેનેજમેન્ટ અને સેલ્સ જેવા જટિલ વિષયોને તેમણે સીધી, સાદી અને સમજાય તેવી સરળ ભાષામાં આ પુસ્તકમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં સંસ્થાનાં સર્વોચ્ચ પદે બિરાજમાન વાઈસ ચાન્સેલર ડો.પરિમલ વ્યાસ સાહેબનાં હસ્તે પગથિયું નામનાં પુસ્તકનું વિમોચન થયું.

આ વિશે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં સંસ્થાનાં વાઈસ ચાન્સેલર ડો.પરિમલ વ્યાસ જાણો શું  કહે છે?

મુકુંદ પુરોહિત જેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં જ વિદ્યાર્થી છે અને અત્યારે ઇન્ડો-કેનેડિયનનો પ્રોજેક્ટ છે કે જે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો, સ્ટાર્ટ અપ ઇનોવેશનનો અને યુવાનોમાં સાહસિકતા અને ઉદ્યમી બનવાની જેે આપણી રાષ્ટ્રવ્યાપી જુંબેશ છે, તેમા મુકુંદભાઇ પુરોહિતે તેમની પોતાની ઉદ્યમી તરીકેનો અનુભવ અને મેનેજમેન્ટનાં ઘણા બધા પાસાઓને આવરીને એક સાદી ગુજરાતી ભાષામાં યુવાઓને પ્રત્સાહન પૂરુ પાડવા માટે અને મેનેજમેન્ટનાં વિવિધ-જટિલ પાસાઓને એક સારી સાદી ભાષામાં સમજી શકાય તેવી એક પુસ્તીકાનું અમે આજે વિમોચન કર્યુ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી હુ મુકુંદભાઇ પુરોહિતને કે જેઓ અમારા જ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી છે તેમને અભિનંદન પાઠવુ છુ.

આ ઉપરાંત મુકુંદભાઈ પુરોહિતને ઇન્ટરનૅશનલ કમિશ્નર (સ્કાઉટ) તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યા હતા

1 116 સેલ્સ અને બિઝનેસ મેેનેજમેન્ટને સરળ ભાષામાં સમજાવતું પુસ્તક થયું લોન્ચ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ